બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / PM Modi To Lead All-Party Meeting On Sunday, Ahead Of Winter Session

સંસદ / BIG NEWS : શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રી મોદીનો સરપ્રાઈઝ નિર્ણય, 28 નવેમ્બરે કરશે આ 2 મોટા કામ

Hiralal

Last Updated: 03:19 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે પરંતુ તે પહેલા પ્રધાનમંત્રી મોદી બે ખાસ કામ કરવાના છે.

  • 29 નવેમ્બરે સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ
  • પ્રધાનમંત્રી મોદીએ 28 નવેમ્બરે બોલાવી સર્વપક્ષીય બેઠક
  • સર્વપક્ષીય બેઠકમાં થશે ખેડૂતોના મુદ્દે ચર્ચા

29 નવેમ્બરથી શરુ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રી મોદી એક્શનમાં આવ્યાં છે. વિપક્ષો સંસદની કાર્યવાહી સારી રીતે ચાલવા દેવાના મૂડમાં નથી તે પારખી લેતા પ્રધાનમંત્રી મોદીએ અત્યારથી કમર કસી છે. તેથી તેમણે સત્રના એક દિવસ એટલે કે 28 નવેમ્બરે બે મોટા કામ કરવાનો નિર્ણય કર્યો છે. 28 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને બીજું તે જ દિવસે ભાજપ સંસદીય દળની બેઠક પણ મળવાની છે. સર્વપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી મોદી સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચાલવા દેવામાં આવે તેવી વિપક્ષને અપીલ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.  પ્રધાનમંત્રી દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ પાસે સંસદની સારી કામગીરી સંબંધિત સૂચનો પણ માગવામાં આવશે. 

કૃષિ કાયદા અને એમએસપી પર કાયદાની ખેડૂતોની માગ અંગે ચર્ચાની શક્યતા

સૂત્રોના જણાવ્યાનુસાર, રદ કરવામાં આવેલા કૃષિ કાયદા અને એમએસપી પર કાયદાની ખેડૂતોની માગ જેવા મુદ્દા સર્વપક્ષીય બેઠકમાં ચર્ચવામાં આવે તેવી શક્યતા છે. 

28 નવેમ્બરે કયા બે મોટા કામ કરશે પ્રધાનમંત્રી મોદી 

પ્રધાનમંત્રી મોદી 28 નવેમ્બરે બે મોટા કામ કરવાના છે એકે તો સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા અને બીજી ભાજપ સંસદીય દળની બેઠક યોજાવાના છે. 28 નવેમ્બરની સાંજે ભાજપની સંસદીય દળની બેઠક પણ મળવાની છે જેમાં બપોરના 3 ની આસપાસ એનડીએના તમામ નેતાઓ હાજર રહેશે. પ્રધાનમંત્રી મોદી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. શિયાળુ સત્રમાં સૌથી મોટું પગલું તો કૃષિ કાયદાને પરત ખેંચવા સંબંધિત રહેશે બુધવારે કેબિનેટ આ પ્રસ્તાવ પર મંજૂરી આપી દેશે. 

વિપક્ષોએ અત્યારથી કમર કસી 
શિયાળુ સત્ર માટે વિપક્ષોએ પણ અત્યારથી કમર કસી છે. અને ખેડૂતોની માગના ટેકામાં વિપક્ષો સરકાર પર પસ્તાળ પાડશે. ખેડૂતો એમએસપી પર કાયદો બનાવાની માગ કરી રહ્યાં છે. ખેડૂતોની આ માગને વિપક્ષોનું પૂરુ સમર્થન છે. તેથી સંસદના શિયાળુ સત્રમાં આ મુદ્દો જોરજોરથી ઉઠવાની સંભાવના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ