બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / PM Modi To Chair Review Meet With CMs On Covid Situation On Jan 13

BIG BREAKING / ઉત્તરાયણ પહેલા PM મોદીની હાઇલેવલ મીટિંગ, દેશના તમામ મુખ્યમંત્રીઓ થશે સામેલ

Parth

Last Updated: 04:01 PM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિ વચ્ચે PM મોદી આવ્યા એક્શન મોડમાં, 13 જાન્યુઆરીએ તમામ મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક.

  • કોરોનાને લઈને PM મોદીની મહત્વની બેઠક
  • રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની બેઠક
  • 13 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે PM મોદીની વર્યૂઅલી બેઠક
  • કોરોનાના વધતા કેસને લઈને કરશે ચર્ચા

દેશમાં કોરોના વાયરસને લઈને સતત વધતી ચિંતા વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ દેશના તમામ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવવામાં આવી છે. સૂત્રો અનુસાર આ બેઠક કોરોના વાયરસ સામે કઈ રીતે લડાઈ લડી શકાય તેને લઈને ચર્ચા કરવામાં આવશે અને આગામી સમયમાં કયા કયા નવા નિયમો લાગુ કરવામાં તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. 13 જાન્યુઆરીએ સાંજે 4 વાગે આ બેઠક કરવામાં આવશે. 

ભારતમાં શું છે પરિસ્થિતિ? 
દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થતી જાય છે. અને કેસ વધવાની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. જો કે ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 68 હજાર 63 નવા કેસ નોંધાયા છે જ્યારે 277 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં 6.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. સોમવારે 1 લાખ 79 હજાર નવા કેસ નોંધાયા હતા. 

70 હજાર લોકો સાજા થાય 
આ નવા કેસના આવ્યા બાદ દેશમાં કોરોના સંક્રમિતના કુલ કેસ વધીને 3 કરોડ 58 લાખ 75 હજાર 790 થઈ ગયા છે. જો કે, આ સમયગાળા દરમિયાન 69,959 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે કુલ 4 લાખ 84 હજાર 213 લોકોએ જીવ ગુમાવ્યા છે.

કેવા છે આજના કોરોનાનાં આંકડા?
દેશમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 70 હજાર 131 લોકો સાજા થયા છે. દેશમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 70 હજાર 131 લોકો સાજા થયા છે. જ્યારે ઓમિક્રોનના વધતા ખતરા બાદ હવે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 8 લાખ 21 હજાર 446 થઈ ગઈ છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસ માટે 15,79,928 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલ સુધીમાં કુલ 69 કરોડ 31 લાખ 55 હજાર 280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કેન્દ્રનો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર, હોસ્પિટલનો ચાર્જ નક્કી કરો 
દેશમાં ઓમિક્રોનના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઓમિક્રોનના સંક્રમણને લઇ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ચેતવણી આપવામાં આવી છે. હાલ ઓમિક્રોનના કેસોમાં 5 થી 10 ટકા દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થાય છે. પરંતુ ઓમિક્રોનને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ બદલાઇ શકે છે. રાજ્યોએ હોમ આઇસોલેશનના દર્દીઓ પર નજર રાખવી જરૂરી છે કારણ કે દેશમાં ઓમિક્રોન અને કેટલાક રાજ્યોમાં ડેલ્ટા વેરિએન્ટ છે. બંને વેરિએન્ટને કારણે દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં દાખલ થઇ શકે છે. ઓમિક્રોન અને કોરોનાના દર્દીઓના આંકડા પર નજર રાખવી જરૂરી. હોસ્પિટલના દ્વારા લેવાતા ચાર્જને નક્કી કરવો જરૂરી.વધુ ચાર્જ લેતા હોસ્પિટલ સંચાલકો સામે કાર્યવાહીનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોરોની ત્રીજી લહેરમાં પણ રાજ્યોમાં નથી તૈયારી
કોરોની ત્રીજી લહેરમાં પણ રાજ્યોમાં તૈયારી નથી દેખાઇ. કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારોને પત્ર લખી તૈયારી કરવા અંગે જાણકારી આપવામાંઆવી હોવા છતાં પણ રાજ્યોમાં તૈયારીનો અભાવ જોવા મળ્યો હતો. કેન્દ્ર દ્વારા પત્ર લખાયા બાદ તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલાસો થયો છે કે PM કેર ફંડમાંથી અપાયેલા વેન્ટિલેટર હાલ ધૂળ ખાઇ રહ્યા છે. જીનોમ સિક્વોન્સિંગની લેબ પણ શરૂ કરવામાં રાજ્યોની ઉદાસીનતા દેખાઇ રહી છે. બોક્ષમાં પેક વેન્ટિલેટરો બહાર પણ નથી કઢાયા. છેલ્લા 9 મહિનામાં કેન્દ્ર દ્વારા 4 વખત પત્ર લખવામાં આવ્યો હતો. 20 ટકા વેન્ટિલેટર હજુ બંધ હાલતમાં દેખાઇ રહ્યા છે. દિલ્લીમાં 1129માંથી 172 વેન્ટિલેટર ચાલુ નથી કર્યા. ચંદીગઢમાં પણ વેન્ટિલેટર બંધ હાલતમાં જોવા મળ્યા છે.

20 ટકા વેન્ટિલેટર હજુ બંધ હાલતમાં
તપાસમાં ખૂલ્યું છે કે કેન્દ્ર સરકારે રાજ્યોને 50 હજાર વેન્ટિલેટર આપ્યા હતા પરંતુ હજુ 1600ને તો પેટીપેક જ રાખવામાં આવ્યા છે. જીનોમ સિકવેન્સિંગને લઈને લેબની હાલતમાં પણ આવી જ હાલત છે. 
રાજ્યોને લેબ નવી બનાવવામાં કોઈ રસ નથી. રાજ્યો પોતાની સફાઇમાં જુદા જુદા બહાના બતાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ