આજે વડા પ્રધાન દ્વારા એક સાથે 9 વંદે ભારત ટ્રેનની રાજ્યોને ભેટ આપી છે. સૌરાષ્ટ્રને પણ પહેલી વંદે ભારત ટ્રેન મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી ગયો હતો. ત્યારે જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે. જામનગર રેલ્વે સ્ટેશન પરથી વડાપ્રધાને વર્ચ્યુઅલી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને 9 વંદે ભારત ટ્રેનની આપી ભેટ
PM મોદી 9 વંદે ભારતને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ
આજે દેશને વડાપ્રધાને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. વડાપ્રધાન મોદી આજે 9 વંદે ભારતને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થશે. ત્યારે આજે જામનગર- અમદાવાદ, હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા, વિજયવાડા-ચેન્નઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઈ હતી.
Rail enthusiasts, school students & passengers are all smiles and enthusiastic to experience the world-class Jamnagar - Ahmedabad #VandeBharat Express at #Jamnagar station. pic.twitter.com/Oni5AMARdL
જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત શરૂ થશે
પ્રધાનમંત્રીએ આજે દેશને 9 વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી રીતે 9 ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. 9 ટ્રેનની ભેટ સાથે ગુજરાતમાં સૌરાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેન મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આ ટ્રેન જામનગરથી અમદાવાદ વચ્ચે પ્રથમ વંદે ભારત ટ્રેન દોડશે. તેમજ આ ટ્રેન 6 સ્ટોપ કરશે. જેમાં જામનગરથી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડશે.
જામનગરથી અમદાવાદ સુધી 955 રૂપિયામાં મુસાફરી કરી શકશે
આજે હાપાથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન વહેલી સવારે 5.30 વાગ્યેથી રવાનાં થશે અને સપ્તાહમાં છ દિવસ ટ્રેન દોડશે. ત્યારે હવે વંદે ભારત ટ્રેનમાં જામનગરથી અમદાવાદ સુધી 955 રૂપિયામાં મુસાફરી કરી શકશે. અમદાવાદથી જામનગર 1120 રૂપિયામાં મુસાફરી કરી શકશે. તેમજ જામનગરથી અમદાવાદ એક્ઝીક્યુટિવ ક્લાસનું ભાડું 1790 રૂપિયા હશે. તેમજ અમદાવાદથી જામનગર એક્ઝીક્યુટિવ ક્લાસનું ભાડું 1985 રૂપિયા હશે.