PM modi met patna MP grandson aryaveer yadav, photos went viral of ramkripal yadav's grandson
PHOTOS /
કોણ છે આ ગોલુ-મોલુ CUTE છોકરો, જેની PM મોદીની સાથે તસવીર થઈ વાયરલ, રાજનેતાઓ કરે છે વ્હાલ
Team VTV02:58 PM, 26 Mar 23
| Updated: 10:32 PM, 26 Mar 23
થોડા દિવસો પહેલાં એક નાના બાળકે PM મોદી સાથે મુલાકાત કરી હતી. તે સમયે વડાપ્રધાને સ્વચ્છ ભારતને લઈને વાતચીત કરી. જાણો કોણ છે આ બાળક અને શું કહ્યું પ્રધાનમંત્રીએ ?
PM મોદીને મળ્યો એક નાનકડો ક્યૂટ બાળક
સ્વચ્છ ભારત અભિયાન અંગે કરી ચર્ચા
રાજનાથસિંહથી લઈ અને સાંસદોને મળ્યો છે બાળક
પીએમ મોદી સાથે મુલાકાત કરનારો આ ગોલૂમોલૂ બાળક કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે પણ મુલાકાત કરી ચૂક્યો છે. રાજનાથ પણ આ બાળક સાથે વાતચીત કરીને ખુશ થયાં હતાં.તો આવો જાણીએ કે આ બાળક કોણ છે અને તેણે PM સાથે શું - શું વાતો કરી હતી.
કોણ છે આ બાળક?
આ બાળકનું નામ છે આર્યવીર યાદવ. 9 વર્ષીય આર્યવીર ભારતીય જનતા પાર્ટીનાં બિહારથી સાંસદ રામકૃપાલ યાદવનાં પૌત્ર છે. આર્યવીર યાદવે શુક્રવારે PM મોદી સાથે મુલાકાત લીધી હતી. આ દરમિયાન આર્યવીરની સ્વચ્છ ભારત અભિયાનને લઈને જાગૃતિ જોઈને પ્રધાનમંત્રી પ્રસન્ન થયાં હતાં. દાદા રામકૃપાલે PM સાથે પોતાના પરિવારની મુલાકાત માટે ખાસ એક મીટિંગ યોજી હતી.
अविस्मरणीय पल!
यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी से सपरिवार मिलकर अभिभूत हूँ। अपने राजनीतिक जीवन में कई प्रधानमंत्रियों को देख चूका हूँ, लेकिन मा. प्रधानमंत्री जी से पहली बार सपरिवार मिलने के बाद जिस स्नेह और अपनापन का एहसास हुआ, जीवन भर हमारी स्मृतियों में जीवंत रहेगा.. pic.twitter.com/OHy7d8VYxu
સ્વચ્છ ભારત અભિયાન અંગે કરી PM સાથે વાતો
આર્યવીર સેંટ માઈકલ સ્કૂલ, પટનાનો વિદ્યાર્થી છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરણા લઈને તેમણે સાર્વજનિક સ્થળો પર કચરો ફેંકવાનું બંધ કર્યું છે. જેના લીધે તેની આસપાસ સ્વચ્છતા જળવાઈ રહે છે. તેમણે પીએમ મોદીની સાથે વાતચીત દરમિયાન કહ્યું કે સ્વચ્છતા તેમની દિનચર્યાનો એક અભિન્ન ભાગ બની ગયો છે.
ભાજપનાં આ સાંસદો સાથે બાળકે કરી છે મુલાકાત
રક્ષામંત્રી રાજનાથસિંહ સિવાય આ બાળકે પોતાના દાદા રામકૃપાલ યાદવ સાથેકેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈશ્ણવની પણ મુલાકાત લીધી હતી. એક્ટર અને ભાજપ સાંસદ રવિ કિશન અને ગૌતમ ગંભીર સાથે પણ આર્યવીરે મુલાકાત કરી છે.