બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / pm modi launches ujjwala 2.0 scheme today these are the benifits

તમારા કામનું / PM મોદીએ લોન્ચ કરી ઉજ્જવલા 2.0 યોજના, આ રીતે ફ્રી મળશે ગેસ કનેક્શન અને એક સિલિન્ડર

Mayur

Last Updated: 02:00 PM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉજ્જવલા 2.0 યોજના લોન્ચ કરવામાં આવી હતી જે અંતર્ગત 1 કરોડ LPG કનેક્શન ફ્રી આપવામાં આવશે.

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉજ્જવલા 2.0 યોજના લોન્ચ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં LPG કનેક્શન આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ઉપમુખ્યમંત્રી કેશવ મોર્ય અને દિનેશ શર્મા જેવા મોટાં નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવ્યો હતો. 

એડ્રેસ પ્રૂફ વિના મળી શકશે ગેસ કનેક્શન 
ઉજ્જવલા 2.0 ના લાભ લેનાર તમામ પ્રવાસીઓને રેશન કાર્ડ અને એડ્રેસ પ્રૂફ વિના જ આ યોજનાનો લાભ મળી શકશે. તેમણે ઓળખપત્રો બતાવવાની કોઈ જરૂર નહીં પડે. જરૂરિયાતમંદ પરિવારો હવે પોતે જ આવેદન આપીને આ યોજનાનો લાભ લઈ શકશે અને આ રિતે સરકારના હેતુને સિદ્ધ કરવામાં પ્રોત્સાહન મળશે. 

ઉજ્જવલા યોજનામાં આટલું હશે તો જ થઈ શકે છે અપ્લાય 
- મહિલાએ કરવાનું રહેશે અપ્લાય
- 18 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ  
- BPL પરિવારની મહિલા હોવી જોઈએ 
- રેશન કાર્ડ અને BPL કાર્ડ હોવું જોઈએ 
- પરિવારના કોઈ અન્ય સદસ્યના નામે LPG કનેક્શન ન હોવું જોઈએ 

આ રીતે ફોર્મ ભરો 

 સૌપ્રથમ pmuy.gov.in/ujjwala2.html આ લિન્ક પર જઈને ક્લિક કરો

ત્યાર બાદ એક ફોરમ આવશે 

આ ફોરમ ડાઉનલોડ કરો 

ફોરમ ભરીને નજીકના LPG કેન્દ્ર પર જમા કરાવી દો 

આ રીતે તમારી માહિતીનું વેરિફિકેશન થયા બાદ તમને કનેક્શન મળી જશે 

મોદી સરકાર દ્વારા અગાઉ 2016 માં પણ આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. હવે આ વર્ષે એક કરોડ ઉપભોક્તાઓને આ યોજનાનો લાભ આપવા માટે સરકાર કટિબદ્ધ છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ