બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / PM Modi in parliament talked about Manipur Violance: PM said that the ray of peace will raise in Manipur

BIG NEWS / PM મોદીએ મણિપુર મુદ્દે સંસદમાં આપ્યું નિવેદન, કહ્યું દેશ તમારી સાથે છે, શાંતિનો સૂરજ ઊગશે

Vaidehi

Last Updated: 07:17 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સદનમાં PM મોદીએ મણિપુરનાં મુદા પર મૌન તોડતાં કહ્યું કે, "મણિપુરમાં શાંતિનો સૂરજ ઊગશે...આ દેશ તમારી સાથે જ છે."

  • PM મોદીએ સદનમાં મણિપુર મુદાની વાત કરી
  • કહ્યું મણિપુરમાં શાંતિનો સૂરજ ઊગશે
  • PM મોદીએ મણિપુરનાં લોકોને આશ્વાસન આપ્યું

સદનમાં PM મોદીનાં ભાષણ દરમિયાન રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષે વૉક આઉટ કર્યું. આ દરમિયાન PM મોદીએ મણિપુર હિંસાને લઈને મૌન તોડતાં કહ્યું કે હું મણિપુરની માતા-બહેનોને કહેવા ઈચ્છું છું કે દેશ તમારી સાથે છે, આ સદન તમારી સાથે છે. 

મણિપુરમાં શાંતિનો સૂરજ ઊગશે-PM મોદી
PM મોદીએ સદનમાં કહ્યું કે, "મણિપુરમાં અદાલતનો એક ફેંસલો આવ્યો અને તે બાદ હિંસાનો દોર શરૂ થયો, અનેક લોકોએ સ્વજન ગુમાવ્યા. મહિલાઓ સાથે ગંભીર અપરાધ થયા, દોષિતોને કડકમાં કડક સજા અપાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને પ્રયાસ કરી રહી છે. મણિપુરમાં સરકાર જે રીતે પ્રયાસ કરી રહી છે, શાંતિનો સૂરજ જરૂર ઊગશે. હું મણિપુરની માતા-બહેનો અને દીકરીઓને કહેવા માંગુ છું કે દેશ અને આ સંસદ તમારી સાથે છે. આપણે બધા મળીને આ પડકારનો સમાધાન કાઢીશું અને મણિપુર ફરી વિકાસની રાહ પર તેજ ગતિથી આગળ વધે તેના માટે કોઈ જ પ્રયાસોમાં કમી રહેશે નહીં."

મણિપુર હિંસાનાં મુદે વિપક્ષ પર નિશાન
મણિપુર હિંસાનાં ગંભીર મુદાનો ઉલ્લેખ કરતાં PM મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે," અમે કહ્યું હતું કે આવો મણિપુર પર ચર્ચા કરો, ગૃહમંત્રીએ પત્ર લખીને ચર્ચા માટે કહ્યું હતું કે વિપક્ષે સહમતી ન આપી.ગઇકાલે ગૃહમંત્રીએ 2 કલાક સુધી મણિપુરને લઈને વિસ્તારથી દેશની ભલાઈ માટે વક્તવ્ય આપ્યું પરંતુ આ લોકોને રાજકારણ સિવાય કશું કરવું જ નથી, એટલે આવા ખેલ કર્યા."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ