બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / pm modi in ceremony of Swarnim vijay diwas at war memorial

Swarnim Vijay Diwas / આજે સ્વર્ણિમ વિજય દિવસ, PM મોદી પહોંચ્યા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, વીર શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Mayur

Last Updated: 11:36 AM, 16 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા અને સ્વર્ણિમ વિજય મશાલ સમારોહમાં ભાગ લીધો હતો. આજના દિવસે ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં હરાવીને બાંગ્લાદેશને અલગ કરી દીધું હતું.

  • આજે સ્વર્ણિમ વીજય દિવસ 
  • પાકિસ્તાન સામે 1971 નું યુદ્ધ જીત્યાને 50 વર્ષ 
  • રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી

આજે સ્વર્ણિમ વિજય વર્ષ સમારોહ

PM મોદી આજે સ્વર્ણિમ વિજય દિવસ એટલે કે વિજય દિવસના 50 વર્ષની યાદીના ભાગરૂપે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમણે સ્વર્ણિમ વિજય મશાલનું સન્માન અને સ્વાગતમાં ભાગ લીધો હતો. 

પુષ્પાંજલિ અર્પણ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 50મા વિજય દિવસના અવસર પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે તેમણે વિજય મશાલનાં સન્માન સમારોહમાં પણ ભાગ લીધો હતો. તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. 

પીએમ મોદીએ વીજય દિવસની 50મી વર્ષગાંઠ પર યુદ્ધના નાયકોને સલામ કરી. તેમણે કહ્યું કે હું ભારતીય સશસ્ત્ર દળોના મુક્તિ વોરિયર્સ, વેટરન્સ અને હીરો દ્વારા કરવામાં આવેલ મહાન બહાદુરી અને બલિદાનને યાદ કરું છું. આપણે સાથે મળીને દમનકારી દળો સામે લડ્યા અને તેમને હરાવ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ આ અવસરે ચાર મશાલો જે ગયા વર્ષે વડાપ્રધાન દ્વારા પ્રગટાવવામાં આવેલી હતી. આ ચાર મશાલોને સમગ્ર દેશમાં સિયાચીનથી કન્યાકુમારી, આંદામાન અને નિકોબારથી લોંગેવાલા, કચ્છના રણ અને અગરતલા સુધી ફેરવવામાં આવી હતી.

તો બીજી તરફ બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરી બાબતે તેમણે કહ્યું હતું કે આ બાબત દરેક ભારતીય માટે વિશેષ મહત્વ ધરાવે છે.

વિજય દિવસ 

16 ડિસેમ્બર, 1971ના ઐતિહાસિક વિજયનો આનંદ આજે પણ દરેક દેશવાસીના હૃદયમાં એક અલગ જ ઉત્સાહ ભરે છે. આ દિવસને આપણે વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસે ભારતે પાકિસ્તાનના દાંત ખાટા કરી મૂક્યા હતા.

16 ડિસેમ્બર એ જવાનોની બહાદુરીને સલામ કરવાનો દિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે સુવર્ણ વિજય મશાલના સ્વાગતમાં હાજરી આપી હતી.  ગયા વર્ષે વડાપ્રધાન દ્વારા પ્રગટાવવામાં આવેલી આ ચાર મશાલોને સમગ્ર દેશમાં સિયાચીનથી કન્યાકુમારી, આંદામાન અને નિકોબારથી લોંગેવાલા, કચ્છના રણ અને અગરતલા સુધી ફેરવવામાં આવી હતી.

બાંગ્લાદેશને અસ્તિત્વમાં આવ્યાને 50 વર્ષ પૂર્ણ થયા છે. ભારત આ દિવસને વિજય દિવસ અને બાંગ્લાદેશના બિજોય દિબોસના નામે ઉજવે છે. 1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. 1965 માં ભારતે પાકિસ્તાનને સજ્જડ પરાજય આપ્યો હતો અને ફરી 1971 માં પણ પાકિસ્તાન સામે ભારતનો વિજય થયો હતો અને સાથે સાથે બાંગ્લાદેશ નામના નવા જ રાષ્ટ્રનો જન્મ થયો હતો.

આ હતી સમસ્યા

પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનનો વહીવટ કરવો આસાન નહોતો. ઉપરથી તેના સંબંધો પણ આપસમાં બગડતા જ રહેતા હતા. તેઓની ભાષા, સંસ્કૃતિ, અને રહેણી કરણી એકદમ અલગ હોવાથી સંઘર્ષ વ્યાજબી જ હતો. ભારતની મદદથી બાંગ્લાદેશને આ સંઘર્ષમાં સફળતા મળી હતી અને આઝાદી મળી ગઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ