બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / વિશ્વ / PM Modi condemned the terrorist attack in Moscow

Moscow Terror Attack / મૉસ્કોમાં થયેલા આતંકી હુમલાની PM મોદીએ કરી નિંદા, કહ્યું 'ભારત તમારી સાથે છે'

Priyakant

Last Updated: 09:01 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Moscow Terror Attack Latest News: : આતંકીઓ સેનાની વર્દી પહેરીને સમારોહના સ્થળે ઘૂસ્યા અને કર્યો  અંધાધૂંધ ગોળીબાર, 60થી વધુ લોકોના મોત, PM મોદીએ હુમલાની નિંદા કરી

Moscow Terror Attack : રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે મોટો આતંકી હુમલો થયો હતો. વાત જાણે એમ છે કે, બંદૂકધારીઓએ એક મોટા ખ્રિસ્તી મેળાવડાના સ્થળે લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે તો 100 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે રશિયા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે, આતંકીઓ સેનાની વર્દી પહેરીને સમારોહના સ્થળે ઘૂસ્યા હતા. 

PM મોદીએ કહ્યું કે, મોસ્કોમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થના પીડિત પરિવારો સાથે છે. ભારત દુખની આ ઘડીમાં રશિયન ફેડરેશનની સરકાર અને લોકો સાથે એકતામાં ઊભું છે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયામાં યોજાયેલી ચૂંટણી જીતીને સત્તા પર પોતાની પકડ વધુ મજબૂત કરી હતી. આવી સ્થિતિમાં આ ઘટના તેમના માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. 

રિપોર્ટ અનુસાર, ISIS ન્યૂઝ એજન્સીએ આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે, પરંતુ તેનાથી સંબંધિત કોઈ પુરાવા આપ્યા નથી. ISIS એ કહ્યું છે કે તેણે મોસ્કોની બહારના ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક વિશાળ સભા પર હુમલો કર્યો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા. નોંધનીય છે કે, છેલ્લા બે દાયકામાં રશિયામાં આ સૌથી ભયાનક આતંકવાદી હુમલો માનવામાં આવે છે. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને આ હુમલાને મોટી દુર્ઘટના ગણાવી હતી. રશિયાની ટોચની તપાસ એજન્સી ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનાને આતંકવાદી હુમલો ગણાવી તપાસ કરી રહી છે.

વધુ વાંચો: Moscow Terror Attack: આતંકી હુમલાથી ધ્રૂજી ઉઠ્યું મોસ્કો, 60થી વધુ લોકોના મોત, અનેક ઘાયલ, ISISએ સ્વીકારી જવાબદારી

કેટલાક રશિયન મીડિયા આઉટલેટ્સે ગોળીબારની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, ગોળીબારના કારણે સ્થળ પરના એક મોલમાં આગ લાગી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં બિલ્ડિંગની ઉપરથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે પ્રખ્યાત રશિયન રોક બેન્ડ 'પિકનિક'ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં લોકોની ભીડ એકઠી થઈ હતી. આ હોલમાં 6,000થી વધુ લોકો બેસી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ