બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / વિશ્વ / PM Imran Khan's 'Bharat Prem', said - would like to debate PM Modi on TV

નિવેદન / ટીવી પર PM મોદી સાથે ડિબેટ કરવાનું ગમશે, PM ઈમરાનનો ઉભરાયો 'ભારત પ્રેમ', જાણો કેમ આવું બોલ્યાં

Hiralal

Last Updated: 03:37 PM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાના પ્રવાસે ઉપડતા પહેલા પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને રશિયન ટીવીની મુલાકાતમાં પ્રધાનમંત્રી મોદીને લઈને એક પોઝિટીવ નિવેદન આપ્યું છે.

  • પાકિસ્તાની PM ઈમરાન ખાનનું નિવેદન
  • પીએમ મોદી સાથે ટીવી પર ડિબેટ કરવાનું મને ગમશે
  • PM ઈમરાન ખાન રશિયન ટીવીની મુલાકાતમાં આપ્યું આ નિવેદન
  • ઈમરાન ખાન રશિયાના પ્રવાસે જઈ રહ્યાં છે

પાકિસ્તાની PM ઈમરાન ખાનનો પીએમ મોદીનો પ્રત્યેનો પ્રેમ છતો થયો છે. પહેલી વાર ઈમરાન ખાને ખુદ સ્વીકાર કર્યો કે તેમને પીએમ મોદી સાથે ટીવી પર ડિબેટ કરવાનું ગમશે. 

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ મંત્રણા દ્વારા ઉકલવા તેઓ તૈયાર

ઈમરાનખાને કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ મંત્રણા દ્વારા ઉકલવા તેઓ તૈયાર છે. આ માટે હું પીએમ મોદી સાથે ટીવી ડિબેટ કરવા તૈયાર છું અને આવું કરવું મને ગમશે. 

મોસ્કો જતા પહેલા ઈમરાનનો ઊભરાયો ભારત પ્રેમ 

મોસ્કોની મુલાકાત પહેલા પીએમ ઈમરાન ખાને રશિયન ટીવી સાથેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેમને ટીવી પર પ્રધાનમંત્રી મોદી સાથે ડિબેટ કરવાનું ગમશે. ઈમરાનખાને કહ્યું કે 2018માં મારી સરકારે જ્યારે સત્તાએ આવી ત્યારે સૌથી પહેલું કામ મંત્રણા માટે ભારતનો સંપર્ક સાધવાનું કર્યું હતું. ઈમરાને કહ્યું કે મેં ભારતને જણાવ્યું હતું કે અમારો એકમાત્ર મુદ્દો કાશ્મીર છે. હું એકલો એવો છું કે જે ભારતને સૌથી વધારે જાણે છે. તેથી મેં તાબડતોબ ભારતનો સંપર્ક સાધ્યો અને ત્યારે મને એ જાણીને આઘાત લાગ્યો કે આ મારા સપનાનું ભારત નથી. ત્યારે મને જાણવા મળ્યું કે એક પાગલવાદી વિચારધારાએ ભારતનો કબજો કરી લીધો છે. આ એક વંશીય વિચારધારા છે જે નાઝીવાદથી પ્રેરિત છે. 

મને ટીવી પર નરેન્દ્ર મોદી સાથે ડિબેટ કરવાનું ગમશે

ત્યાર બાદ આગળ બોલતા પીએમ ઈમરાન ખાને કહ્યું કે મને ટીવી પર નરેન્દ્ર મોદી સાથે ડિબેટ કરવાનું ગમશે. જો અમે પારસ્પરિક મંત્રણા દ્વારા અમારા વિવાદનો ઉકેલ લાવી દઈશું તો તે એશિયા ઉપખંડના લાખો લોકો માટે સારુ રહેશે. 

પાકિસ્તાન રશિયા સાથે સુમેળભર્યા સંબંધો વિકસાવવા આતુર
ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન રશિયા સાથે સુમેળભર્યા સંબંધો વિકસાવવા આતુર છે તેમણે કહ્યું કે મારો મુખ્ય ભાર ગરીબી દૂર કરવા પર છે. ચીને જે સિદ્ધ કર્યું છે તે કોઈ પણ માનવજાતિ કરી શકી નથી. તેથી અમે દરેક પાસેથી કંઈને કંઈ શીખીએ છીએ. 

PM ઈમરાન ખાન 23 અને 24 ફેબ્રુ.એ રશિયાની બે દિવસની મુલાકાતે
ઉલ્લેખનીય છે કે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનના આમંત્રણને પગલે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન 23 અને 24 ફેબ્રુઆરીએ રશિયાની બે દિવસની મુલાકાતે જવાના છે. આ પહેલા તેમણે પીએમ મોદી પર આપેલા નિવેદનની ભારે ચર્ચા જાગી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ