બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / Plumber finds envelopes of cash in toilet wall at Joel Osteen's megachurch

માયા ન સ્પર્શી / પ્લમ્બરને સમારકામ કરતા ટોઈલેટની દિવાલમાંથી મળ્યાં 5 કરોડ, રકમ જોઈને દાનત ન બગાડી, કર્યું આ અદ્દભુત કામ

Hiralal

Last Updated: 04:59 PM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ટેક્સાસમાં એક કડિયાને સમારકામ વખતે ટોઈલેટની દિવાલમાંથી 5 કરોડ મળી આવતા તે આભો બની ગયો હતો.

  • અમેરિકાના ટેક્સાસ શહેરની ઘટના
  • કડિયો કરી રહ્યો હતો ટોઈલેટની દિવાલનું સમારકામ
  • દિવાલમાં છુપાવી રાખ્યા હતા પાંચ કરોડ 
  • પાંચ કરોડ મળ્યા બાદ કડિયાએ જે કર્યું તે જાણવા જેવું 

ઘણીવાર લોકોને અચાનક એટલી બધી ધનસંપત્તિ મળી જાય છે કે તેમની સાત પેઢી ખાય તો પણ ન ખૂટે કેટલીક વાર લોકોને મફતમાં એટલા પૈસા મળે છે કે તેમણે સપનામાં પણ વિચાર્યું હોતું નથી અને તેઓ રાતોરાત શ્રીમંત બની જાય છે. 

પ્લમ્બરને સમારકામ વખતે દિવાલમાંથી મળ્યા 5 કરોડ 

તાજેતરમાં અમેરિકાથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક પ્લમ્બરને ટોઈલેટની દિવાલનું સમારકામ કરતી વખતે લગભગ 5 કરોડ રૂપિયા મળ્યા હતા. પ્લમ્બર જ્યારે દિવાલ તોડી રહ્યો હતો ત્યારે ત્યાં છુપાવી રાખવામાં આવેલી એક થેલી તેના ધ્યાન પર આવી હતી. થેલી ખોલતા અંદરથી 5 કરોડ મળી આવતા તે થોડી વાર તો વિચારશુન્ય બની ગયો હતો 

પ્લમ્બરે  ચર્ચને પૈસા  પાછા આપી દીધા
વાસ્તવમાં આ ઘટના અમેરિકાના ટેક્સાસમાં બની હતી. અહીં એક પ્લમ્બર જસ્ટિન નામના ચર્ચમાં બાથરૂમની દિવાલનું સમારકામ કરી રહ્યો હતો. આ દરમિયાન જસ્ટિનને એવું લાગ્યું કે જાણે દીવાલની અંદર કંઈક છે. જ્યારે તેણે દિવાલ પરનું પ્લાસ્ટર કાઢ્યું ત્યારે તેને ત્યાં રાખવામાં આવેલા પૈસા મળ્યા. શરૂઆતમાં તેને આશ્ચર્ય થયું અને તેને એક મોટો નિર્ણય લઈ લીધો. આટલી મોટી રકમ મફતમાં મળ્યા બાદ કોઈ પણ વ્યક્તિની દાનત બગડે તે સ્વાભાવિક છે પરંતુ આ પ્લમ્બરે તો પૈસા ન લેતા ચર્ચ મેનેજમેન્ટને પાછા આપી દઈને પ્રામાણિકતાનું એક મોટું ઉદાહરણ રજૂ કર્યું. ચર્ચના સત્તાવાળાઓએ પણ તેના આ નિર્ણયથી ખુબ ખુશ થઈને તેને મોટી રકમનું ઈનામ આપ્યું હતું.  

સાત વર્ષ પહેલા પૈસા ચોરાયા હતા અને ચોરે ટોઈલેટની દિવાલમાં છુપાવી દીધા હતા 
રિપોર્ટ મુજબ પ્લમ્બરે સંપૂર્ણ પ્રામાણિકતા દર્શાવી હતી. તેણે આ વાતની જાણ ચર્ચ વહીવટીતંત્રને કરી હતી અને તેણે બધા પૈસા ચર્ચ મેનેજમેન્ટને સોંપી દીધા હતા.  લગભગ સાત વર્ષ પહેલાં ચર્ચની તિજોરીમાંથી પૈસા ચોરાયા હોવાની પણ માહિતી મળી હતી, જોકે ઘણી શોધખોળ બાદ પણ પૈસા મળ્યા ન હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ