બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / પ્રવાસ / Planning to travel in monsoon? These 5 places will be full of fun, never forget the trip of a lifetime

તમારા કામનું / ચોમાસામાં ફરવા જવાનો બનાવી રહ્યા છો પ્લાન? આ 5 જગ્યાએ આવશે ભરપૂર મજા, ટ્રીપ જિંદગીભર નહીં ભૂલો

Vishal Khamar

Last Updated: 11:51 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુલાઈ મહિના પહેલા જ લોકો ચોમાસા દરમિયાન ભારતમાં ફરવા માટેના સ્થળો શોધવાનું શરૂ કરી દે છે. તમારા ચોમાસાનાં પ્રવાસને સરળ અને યાદગાર બનાવવા માટે અમે જગ્યાઓનું લીસ્ટ લઈને આવ્યા છીએ.

ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ દસ્તક આપી છે. દેશનાં મોટા ભાગનાં વિસ્તારમાં ઝરમર વરસાદ ગરમીથી રાહ આપવાનું કામ કરે છે. આ સમય ફરવા માટે આયોજન કરવાનો પણ છે.  જો તમે વરસાદ પ્રેમી છો તો તમને જણાવી દઈએ એવી 8 જગ્યાઓ વિશે કે જ્યાં ચોમાસાની ઋતુમાં ફરવા જવાનું આયોજન કરવું જોઈએ. 

કોડઈકેનાલ
કોડાઈકેનાલ એ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલું એક પહાડી શહેર છે. કોડાઈકેનાલ જુલાઈની રજાઓમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો માટે જાણીતું છે. કોડાઇકેનાલમાં આ સમયે વરસાદની સીઝન પુર બહારમાં ખીલી છે. અને આ સમયગાળા દરમ્યાન આ સ્થળ ખૂબ જ સુંદર બની જાય છે.

અલેપ્પી
કેરળના અલેપ્પીમાં પણ જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડે છે. જે વરસાદ પ્રેમીઓ માટે હરવા ફરવા માટેનું એક શ્રેષ્ઠ સ્થળ છે.

કુર્ગ
કર્ણાટકનું સુંદર હિલ સ્ટેશન ચોમાસાની સીઝન દરમિયાન એકદમ અલૌકિક લાગે છે.  એક શાંત હિલ સ્ટેશન, કૂર્ગની પ્રાકૃતિક સુંદરતાનો કોઈ પણ તુલના થઈ શકે નહી. 

ગંગટોક
સિક્કિમની રાજધાની ગંગટોકમાં જુલાઈમાં ઘણો વરસાદ પડે છે. જેના કારણે આખો વિસ્તાર હરિયાળો અને સુંદર દેખાય છે. તમે જુલાઈ મહિનામાં અહીં પ્રવાસનું આયોજન કરી શકો છો.

ગોવા
ગોવામાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડે છે. પરંતું આ સમય દરમિયાન દરિયાકિનારો જોખમી બની જાય છે. જેથી ત્યાં સ્વિમિંગ શક્ય બનશે નહીં. પરંતુ તમે બીચની મુલાકાત લઈ શકો છો. વરસાદની ઋતુમાં આ જગ્યા સંપૂર્ણપણે હરિયાળી બની જાય છે.

લંઢૌર
જો તમે પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા માંગો છો. તો જુલાઈ મહિનામાં લંઢૌરની મુલાકાત અવશ્ય લો.  આ સમયગાળા દરમ્યાન ઉત્તરાખંડનું નાનું કેન્ટોનમેન્ટ શહેર સંપૂર્ણપણે લીલું અને સુંદર બની જાય છે.

લોનાવાલા
મહારાષ્ટ્રમાં લોનાવાલા જુલાઈમાં સંપૂર્ણપણે લીલું અને ખૂબસૂરત બની જાય છે.  ચોમાસામાં ફરવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે.

મેઘાલય
વાદળોનું નિવાસસ્થાન કહેવાતું મેઘાલય, વિશ્વનું સૌથી ભીનું રહેતું સ્થળ એટલે માવસિનરામનું ઘર છે.  તે પ્રકૃતિ અને વરસાદ પ્રેમીઓ માટે એક ઉત્તમ સ્થળ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ