બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Pink toilets for women will be constructed at a total of 21 places in Ahmedabad
Mahadev Dave
Last Updated: 10:17 PM, 25 September 2023
ADVERTISEMENT
આખરે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પિન્ક ટોઇલેટનું લોકાર્પણ કરવામાં આવશે. મહિલાઓ માટેનાં પિન્ક ટોઇલેટ તૈયાર થતા તેનું લોકાર્પણ આગામી બીજી ઓક્ટોબરના રોજ કરવાનું આયોજન થઈ રહ્યું છે. એએમસી દ્વારા મહિલાઓ માટે ખાસ પિન્ક ટોઇલેટ તૈયાર કરવામાં આવ્યા છે. તંત્રનું માનીએ તો રાજ્યમાં આ પ્રકારના ટોયલેટ બનાવનાર અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ છે.
ADVERTISEMENT
શહેરમાં કુલ 21 જગ્યાઓએ પર બનશે મહિલાઓ માટે પિંક ટોઇલેટ
ટોયલેટમાં ફીડીગ રૂમ, ચેન્જિંગ રૂમ, સેનેટરી પેડ વેન્ડિંગ મશીન સહિતની પણ વ્યવસ્થા છે. હેન્ડ ડ્રાયર, અરીસો, લિક્વીડ શોપ સહિતની સુવિધા પણ હશે. આકર્ષક એલીવેશન, વીટ્રીફાઇડ ટાઇલ્સ વર્ક, પિન્ક કલર થીમ વોશ બેઝીન વીથ મીરર, સેનેટરી પેડ વેન્ડીગ મશીન તેમજ ઇન્સીનરેટર મશીન સહિતની વ્યવસ્થા કરાઈ છે. આ ટોયલેટનો ઉપયોગ મહિલાઓની નિશુલ્ક કરી શકશે અને તેનું સંચાલન પણ મહિલાઓ દ્વારા કરવામાં આવશે. મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા બજેટમાં દસ કરોડનાં ખર્ચે મહિલાઓ માટે દરેક ઝોનમાં ત્રણ એમ સાત ઝોનમાં થઈ ૨૧ ટોઇલેટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
થોડા સમયમાં પિંક ટોઇલેટનું સંચાલન શરૂ કરવામાં આવશે
જે પૂર્ણ થવામાં દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. જેમા દોઢ વર્ષનો સમય વિતવા બાદ 21 માંથી 5 ટોયલેટ તૈયાર થઈ ગયા છે અને બાકીના 70% કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામી છે. વાસણા બસ સ્ટેન્ડ, લો ગાર્ડન સિવિક સેન્ટર, ઓએનજીસી સર્કલ, ચાંદખેડા, નરોડા ઓમ્ની સ્કવેર, રાધાકૃષ્ણ મંદિર પાસે, સૈજપુર, ઇન્દુલાલ યાજ્ઞિક હોલ, સહિતના વિસ્તારમાં કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે કાકરીયા લો ગાર્ડન સહિત પાંચ જગ્યાએ ટોયલેટ તૈયાર થઈ ગયા છે. કાકરીયા ગેટ નંબર ત્રણ પાસે ટોયલેટ તૈયાર કરવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ ટોયલેટને કેવો પ્રતિસાદ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.