New parliament building : પીએમ મોદીની સાથે તમામ સાંસદો પગપાળા નવી સંસદ પહોંચ્યા, જે બાદ નવી સંસદની તસવીરો સામે આવી છે, જેમાં વડાપ્રધાન મોદી સહિત તમામ સાંસદો બેઠેલા જોવા મળી રહ્યા છે.
નવી સંસદની તસવીરો સામે આવી છે
પીએમ મોદીની સાથે સાંસદો પગપાળા નવી સંસદ પહોંચ્યા
VIDEO | PM Modi, along the Union ministers and other parliamentarians, walks towards the new Parliament building. pic.twitter.com/MvKrAvmOwf
New parliament building : સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો બીજો દિવસ છે અને નવા સંસદભવનમાં આજથી સત્રની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ પહેલા લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોનું એકસાથે જૂની સંસદમાં ફોટોશૂટ થયું હતું.
PHOTO | PM Modi in the Lok Sabha as proceedings begin in the new Parliament building. pic.twitter.com/JYzs1i1Bfs
પીએમ મોદીની સાથે તમામ સાંસદો પગપાળા નવી સંસદ પહોંચ્યા
ત્યારબાદ પીએમ મોદીની સાથે તમામ સાંસદો પગપાળા નવી સંસદ પહોંચ્યા હતા. જેમાં પીએમ મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો હાજર રહ્યા હતા.
VIDEO | PM Modi greeted by Lok Sabha members as he arrives in the Lok Sabha of new Parliament building. pic.twitter.com/pta1C8ak2h
નવી સંસદની તસવીરો સામે આવી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ સાંસદોનું સંસદ ભવનમાં આગમન બાદ નવી સંસદની તસવીરો સામે આવી છે, જેમાં વડાપ્રધાન મોદી સહિત તમામ સાંસદો બેઠેલા જોવા મળી રહ્યા છે.
મહિલા આરક્ષણ બિલને મોદી કેબિનેટે વિશેષ સત્ર દરમિયાન મંજૂરી આપી
મહિલા આરક્ષણ બિલને સોમવારે મોદી કેબિનેટે વિશેષ સત્ર દરમિયાન મંજૂરી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેને લોકસભામાં રજૂ કરી શકે છે. આ પહેલીવાર નથી જ્યારે મહિલા અનામત બિલ ગૃહના ટેબલ પર આવશે. 1996થી 27 વર્ષમાં સંસદમાં આ મહત્વનો મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ તે બંને ગૃહમાં પસાર થઈ શક્યું ન હતું. 2010માં તેને રાજ્યસભામાં પણ હોબાળા વચ્ચે પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.