બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Phone switch off of MP Chudasma and father after FIR in Dr. Atul Chag case

ગીર સોમનાથ / ડૉ.અતુલ ચગ કેસમાં FIR બાદ સાંસદ ચુડાસમા અને પિતાનો ફોન સ્વિચ ઑફ, પોલીસને બે કરોડ માટે ધમકીના મળ્યા પૂરાવા

Malay

Last Updated: 09:22 AM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dr. Atul Chag suicide case: ગીર સોમનાથના તબીબ અતુલ ચગના આપઘાત મામલે સાસંદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગીર સોમનાથ એસપીએ કહ્યું કે, સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે.

 

  • ડૉ. અતુલ ચગ આપઘાત મામલે નોંધાઇ FIR
  • આપઘાતના ત્રણ મહિના બાદ નોંધાઇ FIR
  • પુરાવો મળતા ગુનો નોંધ્યો છેઃ SP

વેરાવળના ડૉક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢની ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ FIR થતા રાજકીય માહોલ ગરમાયો છે. મૃતકના દિકરા હિતાર્થની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડૉ.અતુલ ચગના આપઘાત કેસના ત્રણ મહિના બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. મહત્વનું છે કે, ડૉક્ટર અતુલ ચગની સુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાના નામનો ઉલ્લેખ હતો. 

ર્ડા.અતુલ ચગ આપઘાતઃ સામ સામે આવ્યા રાજેશ ચૂડાસમા અને મૃતકના વકીલ, કોણ શું  બોલ્યું? | Dr. Atul Chag suicide: Rajesh Chudasama and the lawyer of the  deceased came in front, who said
 રાજેશ ચુડાસમા (સાંસદ, જૂનાગઢ)

સાંસદ અને તેમના પિતાનો ફોન સ્વીચ ઓફઃ SP
ભાજપ સાસંદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરુદ્ધ FIR નોંધાયા બાદ ગીર સોમનાથના SPનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં પુરાવો મળતા ગુનો નોંધવામાં આવ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઈનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. મૃતક ડૉ અતુલ ચગના પુત્ર હિતાર્થે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ 'વર્ષ 2008માં રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા દ્વારા કટકે-કટકે મારા પપ્પા પાસેથી દોઢથી પોણા બે કરોડ રૂપિયા જેટલી મોટી ઉછીની રકમ લઈ પરત આપી ન હતી. જેની મારા પપ્પા અવાર નવાર ઉઘરાણી કરતા મારા પપ્પાને જાનથી મારી નાખવાની રાજેશ ચુડાસમા તેમજ નારણ ચુડાસમા ધમકી આપતા હતા. જેથી મારા પપ્પા ડરી જઈ હતપ્રત થઈ ગયા હતા અને તા. 12.02.2023ના રોજ અમારા ઘરે છતમાં પંખા સાથે મફલર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.'


 
શું છે સમગ્ર મામલો?
ગત તારીખ 12 ફેબ્રુઆરીના રોજ વેરાવળના નામાંકિત તબીબ ડૉક્ટર અતુલ ચગે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકની સ્યુસાઈડ નોટ સંદર્ભે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી. 

મળી હતી સુસાઇડ નોટ
આત્મહત્યા બાદ તબીબ અતુલ ચગની સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. જેથી રઘુવંશી ક્રાંતિ મંચના ઉપપ્રમુખે રાજકીય વગ ધરાવતા લોકોને આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે જ તેમણે સુસાઇડ નોટમાં રાજકીય વગ ધરાવતા લોકોના નામ હોવાનું નિવેદન આપ્યું હતું. જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહી કરવા અને મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માગ કરી હતી

VTV Gujarati News and Beyond on Twitter: "ડૉ.અતુલ ચગના આપઘાતનો મામલોઃ આજે  હાઈકોર્ટ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ અરજી પર સંભળાવશે ચુકાદો, આપઘાત મામલે પોલીસે  ફરિયાદ ન ...

મૃતકના પુત્રએ કરી હતી હાઈકોર્ટમાં અરજી
અનેક વખત રજૂઆત કરવા છતાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઈ સામે ફરિયાદ નોંધવામાં ન આવતા મૃતક ડૉ અતુલ ચગના પુત્ર હિતાર્થે  જવાબદાર અધિકારી સામે કાર્યવાહી અને સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ફગાવી હતી. તેમજ હાઈકોર્ટે કહ્યું હતું કે, અમારા અધિકારક્ષેત્રમાં આ મામલો આવતો નથી. ડૉ. અતુલ ચગ આપઘાત કેસના ત્રણ મહિના બાદ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ