બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / person who won the lottery jackpot of 432 crores took retirement got emotianal

ના હોય / 'નહીં કરું નોકરી..', 400 કરોડ હાથ લાગતાં જ શખ્સે કર્યું એલાન, એક ફોનની ઘંટડીએ બદલી નાખી જિંદગી

Premal

Last Updated: 08:09 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક શખ્સે લોટરીમાં 432 કરોડ રૂપિયાની રકમ જીતી. તેને શરૂઆતમાં પોતાની જીત પર વિશ્વાસ ના થયો. ખાસ વાત એ રહી કે કરોડો રૂપિયાની રકમ જીત્યા બાદ તેણે નોકરીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી. શખ્સે કહ્યું, મારો પરિવાર કમ્પલીટ છે. પૌત્ર ક્રિસમસ પર ડોગ ઈચ્છે છે, હવે હું ખરીદી લઇશ.

  • એક શખ્સે લોટરીમાં 432 કરોડ રૂપિયાની રકમ જીતી
  • શખ્સે નોકરીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી
  • પૌત્ર ક્રિસમસ પર ડોગ ઈચ્છે છે, હવે હું ખરીદી લઇશ 

એક શખ્સે પાવરબોલ ગેમમાં 432 કરોડ રૂપિયાની રકમ જીતી

લોટરી રમનારા ઓસ્ટ્રેલિયન શખ્સે પાવરબોલ ગેમમાં 432 કરોડ રૂપિયાની રકમ જીતી. વિજેતાએ કરોડો રૂપિયાની રકમ જીત્યા બાદ તાત્કાલિક જાહેરાત કરી દીધી કે હવે તે નોકરી નહીં કરે અને નિવૃત્તિ લઇ રહ્યાં છે. આ દરમ્યાન તેમની આંખમાં આંસૂ પણ આવી ગયા. લોટરી જીત્યા બાદ શખ્સે એક ન્યુઝ વેબસાઈટ સાથે વાતચીત કરતા કહ્યું, મેં ક્યારેય પણ વિચાર્યુ નહોતુ કે મને જેકપોટ રકમ જીતવાનો કોલ આવશે અને મારું જીવન બદલાઈ જશે. જો કે, વિજેતાની ઓળખ જાહેર કરવામાં આવી નથી. 

હું મારા પૌત્ર માટે શ્વાન લેવા માંગુ છુ: વિજેતા

વિજેતાએ કહ્યું કે મારો પરિવાર કમ્પલીટ છે, મારો પૌત્ર ક્રિસમસ માટે શ્વાન માંગે છે, જે તેને આપવાની કોશિશ કરીશ. હવે તેમની પાસે વિશ્વભરના શ્વાન હોઇ શકે છે. આ શખ્સે કહ્યું કે હું પોતાની સર્વિસ પૂરી કરી ચૂક્યો છુ, હવે નિવૃત્તિ લઇ લઈશ. ઉલ્લેખનીય છે કે પાવરબોલ ડ્રોની 1296 કરોડ રૂપિયાની ઈનામી રકમ, ત્રણ લકી વિજેતાઓમાં વહેંચવામાં આવી. ગયા મહિનાની 27 તારીખે જ્યારે પાવરબોલ ડ્રો કાઢવામાં આવી તો વિનર નંબર 10, 4, 12, 18, 2, 34 અને 7 હતા. સૌથી મહત્વપૂર્ણ પાવરબોલ નંબર 7 હતો.

જ્યારે શખ્સે લૉટરીમાં જીત્યા 16605 કરોડ

થોડા દિવસો પહેલા અમેરિકામાં પાવરગેમ રમનારા શખ્સે 16605 કરોડ રૂપિયાની ઈનામી રકમ પોતાના નામે કરી હતી. શખ્સે લોટરીની ટીકિટ અમેરિકાના કેલિફોર્નિયામાંથી ખરીદી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ