બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / People's morning walk stopped because of a leopard in Rajkot, a leopard also entered Surat and Sabarkantha...: Terror in three districts of Gujarat

ભયનો માહોલ / રાજકોટમાં દીપડાના કારણે લોકોની મૉર્નિંગ વૉક બંધ, સુરત અને સાબરકાંઠામાં પણ ઘૂસ્યો દીપડો...: ગુજરાતનાં ત્રણ જિલ્લાઓમાં દહેશત

Vishal Khamar

Last Updated: 06:26 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં દીપડાને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. સાબરકાંઠામાં આંટાફેરા મારતો દીપડાનો વીડિયો વાયરલ થયો હતો. તે રાજકોટમાં પણ દીપડાનાં ભયને લઈ વન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

  • દીપડાની દહેશતથી લોકો પરેશાન
  • દીપડાના આટાંફેરાથી લોકોમાં ભયનો માહોલ
  • દીપડાને તાત્કાલિક પાંજરે પુરવા સ્થાનિકોની માગ
નદી પાર કરી રહેલ દીપડો

વધુ વાંચોઃ T20 ટીમ ઑફ ધ યર 2023નું એલાન: અડધો અડધ ખેલાડી તો ભારતના જ, કોહલી-શર્મા નહીં આ 5નું છે નામ

સાબરકાંઠામાં દીપડાનાં આંટાફેરાનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. પ્રાંતિજનાં ગઢીથી મઠ બાજુ ખારી નદી પાર કરતા દીપડાનો વીડિયો વાયરલ થયો હતો. દિન પ્રતિદિન દીપડાનો આતંક વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. અગાઉ તલોદનાં મોઢુકા ગામે લોકોએ દીપડાને પકડ્યો હતો. દીપડાને તાત્કાલિક પાંજરે પુરવા સ્થાનિકોની માંગ છે. 

દીપડા પર શ્વાન ભારે પડ્યા
સુરતના માંગરોળના વેરાકુઇ ગામે ખુંખાર દીપડા પર શ્વાન ભારે પડ્યો હતો. વેરાકુઇ ગામે શ્વાનના ટોળાએ દીપડાને  ભગાડ્યો. દીપડાના હુમલા બાદ શ્વાને વળતો પ્રહાર કરતા દીપડો ભાગ્યો હતો. દીપડા પર શ્વાન ભારે પડ્યાનો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસના વિસ્તારમાં પ્રતિબંધ 
રાજકોટમાં દીપડાથી લોકોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસનાં વિસ્તારમાં પ્રતિબંધ જાહેર કરાયો છે. તેમજ હાલ શિયાળાની સીઝન ચાલતી હોઈ લોકો વહેલી સવારે તેમજ રાત્રે જોગિંક કરવા નીકળતા હોઈ જોગિંગ કરવા પર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધારૂ હોય તો કેમ્પસમાં જવા પર પણ વન વિભાગ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.  યુનિવર્સિટીનાં અલગ અલગ રસ્તા પર બેરીકેડ પણ મૂકવામાં આવ્યા છે. દીપડો પકડાય નહી ત્યાં સુધી પ્રતિબંધ લાગુ રહેશે. તેમ જાણવા મળી રહ્યું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ