બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Five Indian players have got a place in the T20 Team of the Year 2023
Last Updated: 06:23 PM, 29 December 2023
ADVERTISEMENT
સ્ટાર સ્પોર્ટ્સે ટેસ્ટ અને વન ડે બાદ હવે ટી20 ટીમ ઓફ ધ યર 2023ની જાહેરાત કરી છે. આ ટી20 પ્લેઇંગ ઇલેવનમાં સૂર્યકુમાર યાદવ અને રિન્કુ સિંહ સહિત પાંચ ભારતીય ખેલાડીઓને જગ્યા મળી છે. એટલે કે અડધી ટીમ ભારતીય છે. આ સિવાય આ ટીમમાં બે પાકિસ્તાની અને ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. તો અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝના એક-એક ખેલાડી સામેલ છે. આ ટીમમાં યુવા ખેલાડીઓને વધુ સ્થાન આપવામાં આવ્યું છે.
વોટિંગમાં ભાગ લેનારા ફેન મોટાભાગના ભારતીય જ છે
ADVERTISEMENT
સ્ટાર સ્પોર્ટ્સ ટી-20 ટીમ ઓફ ધ યરની પસંદગી ફેન વોટિંગના આધારે કરવામાં આવી છે. પસંદગીની પ્રક્રિયા પણ ખુબ જ સરળ છે. જેમાં સૌથી વધુ મત મેળવનાર ખેલાડીને ટીમમાં જગ્યા આપવામાં આવે છે. પાંચ ભારતીય ખેલાડીની પસંદગીથી એક વાત તો સ્પષ્ટ છે કે વોટિંગમાં ભાગ લેનારા ફેન મોટાભાગના ભારતીય જ છે.
વાંચવા જેવું: હવે સુધરશે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન! ઘાતક ખેલાડીની સ્ક્વોડમાં એન્ટ્રી, નામ જાણીને ફેન્સ થઈ જશે ખુશ
ADVERTISEMENT
દિગ્જ્જ ખેલાડીઓને સ્થાન ન મળતા નવાઈ
વિરાટ કોહલી, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીને ટીમમાં જગ્યા ન મળતાં નવાઇ લાગી છે. તો ગત વિજેતા ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ઇંગ્લેન્ડના એક પણ ખેલાડીને આ ટીમમાં જગ્યા મળી નથી. એટલું જ નહીં આઇપીએલ 2024ના ઓક્શનમાં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડી મિચેલ સ્ટાર્ક અને પેટ કમિંસ પણ આ ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી.
ADVERTISEMENT
સ્ટાર સ્પોર્ટ્સની ટી20 ટીમ ઓફ ધ યર
શુભમન ગિલ, યશસ્વી જયશ્વાલ, સુર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, મોહમ્મદ શમી, ગ્લેન મેક્સવેલ, જેસન બેહરેનડોર્ફ, નિકોલસ પુરન, ઇમાદ વસીમ, શાહીન આફ્રીદી, રાશિદ ખાન.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.