બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / People's money is in the water: a gutter made for traffic is always submerged

સ્માર્ટસિટીનું સ્માર્ટવર્ક / પ્રજાના પૈસા પાણીમાં: હંમેશા ડૂબેલું જ રહે છે ટ્રાફિક માટે બનાવેલું ગરનાળું, લોકોને પારાવાર મુશ્કેલી

Priyakant

Last Updated: 10:31 AM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોપલ DPS જવાના માર્ગ પર રેલવે ફાટકનું ગરનાળુ પાણીમાં ગરકાવ થવાને કારણે લોકો અનેક મુશ્કેલી ભોગવવી રહ્યા છે, સ્કૂલના સમયે રોજ ટ્રાફિકમાં નાગરિકો હેરાન થાય છે

  • સ્માર્ટ શહેર અમદાવાદના બોપલમાં આફતનું ગરનાળુ
  • રેલવે ફાટકનું  ગરનાળુ ચોમાસામાં નથી રહેતું કામનું
  • પાણીના ભરાવાથી લોકોને ભારે મુશ્કેલીનો કરવો પડે છે સામનો 

રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે અમદાવાદને પણ મેઘરાજાએ ધમરોળ્યું છે. આ તરફ હવે અમદાવાદના બોપલમાં દર ચોમાસામાં સ્થાનિકોને ભારે હલકી ભોગગવી પડે છે. વાત જાણે એમ છે કે, તંત્ર દ્વારા બોપલ DPS જવાના માર્ગ પર રેલવે ફાટકનું ગરનાળુ બનાવ્યું હતું. જોકે દર ચોમાસામાં આ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ રહેતા અનેક મુશ્કેલીઓ સર્જાય છે. આ સાથે ટ્રાફિકથી મુક્તિ માટે બનાવેલ આ ગરનાળામાં જ વરસાદી પાણી ભરાઈ રહેતા વધુ ટ્રાફિક થાય છે. વર્ષોથી બોપલની જનતા આ મુશ્કેલી સામનો કરી રહી છે. 

વર્ષોથી બોપલની પ્રજા થાય છે પરેશાન

સ્માર્ટ શહેર અમદાવાદમાં લોકોની મુશ્કેલીમાં વરસાદ આવતાની સાથે જ વધારો થયો છે. બોપલ DPS જવાના માર્ગ પર રેલવે ફાટકનું ગરનાળુ પાણીમાં ગરકાવ થવાને કારણે લોકો અનેક  મુશ્કેલી ભોગવવી રહ્યા છે. જોકે વર્ષોથી બોપલની પ્રજા પરેશાન થાય છે પરંતુ હજી સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી. નોંધનીય છે કે, ફાટક પર ટ્રાફિક ન થાય તે માટે ગરનાળુ બનાવ્યું પણ ચોમાસમાં ગરનાળુ ભરાઇ રહેતા ફાટક પર રોજ ટ્રાફિકજામ થાય છે. આ સાથે સ્કૂલના સમયે રોજ ટ્રાફિકમાં નાગરિકો હેરાન થાય છે. 

દરવર્ષે એકની એક સમસ્યા: રેલવે ફાટકનું ગરનાળુ

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ટ્રાફિકથી મુક્તિ માટે બનાવાયેલ બોપલ DPS જવાના માર્ગ પર રેલવે ફાટકનું ગરનાળાને કારણે હાલ તો લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે, ગરનાળું બનાવ્યા બાદ દરવર્ષે અહી વરસાદી પણઇ ભરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે તેમ છતાં હજી સુધી તંત્ર દ્વારા કેમ કોઈ કવાયત નથી કરાઇ ? શોભાના ગાંઠિયા સમાન બનેલું ગરનાળું સમગ્ર ચોમાસા દરમ્યાન પાણીમાં જ રહે છે. 

સળગતા સવાલો 

ક્યારે આવશે બોપલની જનતાની મુશ્કેલીનો અંત?
ગરનાળું કેમ બની રહ્યું છે શોભાના ગાંઠિયા સમાન?
ગરનાળુ બનાવતા પહેલાં કેમ ન બનાવી ફૂલપ્રુફ ડિઝાઇન?
દર ચોમાસામાં કેમ ભરાઇ જાય છે પાણી?
પાણી ભરાયા બાદ તંત્ર દ્વારા કેમ પાણીનો નથી કરાતો નિકાલ?
પાણીનો નિકાલ કરવા માટે તંત્ર કેમ નથી ઉઠાવતું જહેમત?
તંત્રના અધિકારીઓ માત્ર AC કેબિનમાં જ બેસી રહે છે?
લોકો મુશ્કેલી નિવારવામાં તંત્રના અધિકારઓને શા માટે નથી રસ ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ