બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / People suffering from these 5 diseases should not consume turmeric

સ્વાસ્થ્ય / આ 5 બીમારીવાળાએ ભૂલથી પણ ન કરવું હળદરનું સેવન, નહીંતર..., જાણો ગેરફાયદા

Pooja Khunti

Last Updated: 01:05 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Turmeric Side Effects: હળદરનાં કેટલાક ફાયદાઓ છે તો કેટલાક નુકસાન પણ છે. આ 5 બીમારીઓથી પીડિત લોકોએ હળદરનું સેવન ન કરવું જોઈએ.

  • કમળાના દર્દીઓએ હળદરનું સેવન ન કરવું જોઈએ
  • પથરીના દર્દીઓએ હળદરનું સેવન ન કરવું જોઈએ
  • એનિમિયાના દર્દીઓએ હળદરનું સેવન ન કરવું જોઈએ

હળદર તેના ગુણોનાં કારણે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં વર્ષોથી ગંભીર બિમારીઓની સારવાર માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદર ત્વચાનાં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ઘણા લોકો ત્વચા પર હળદર લગાવવાનું પસંદ કરતાં હોય છે. હળદરનાં ઘણા ફાયદાઓ છે તો તેના કેટલાક નુકસાન પણ છે. અમુક લોકોએ હળદરનું સેવન ન કરવું જોઈએ. તેનાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જાણો ક્યા લોકોએ હળદરનું સેવન ન કરવું જોઈએ. 

આ લોકોએ હળદરનું સેવન ન કરવું જોઈએ 

જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય 
સ્વાસ્થ્ય નિષ્ણાંતોનાં મતે જે લોકો લોહી પાતળું કરવા અથવા લોહી ગંઠાઈ જવાની દવા લેતા હોય તેઓએ હળદરનું ઓછું સેવન કરવું જોઈએ. કારણ કે હળદર પણ આ જ રીતે કામ કરે છે અને જો દવાની સાથે તેનું સેવન ચાલુ રાખવામાં આવે તો સમસ્યાઓ વધી શકે છે.

કમળાના દર્દીઓએ હળદરનું સેવન ન કરવું જોઈએ
જો તમે કમળાના દર્દી છો તો સમજી વિચારીને જ હળદરનું સેવન કરો. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ કમળા દરમિયાન હળદરને ટાળવાનું કહે છે. તેથી કમળાના દર્દીઓએ હળદરનું સેવન ન કરવું જોઈએ. 

પથરીના દર્દીઓએ હળદરનું સેવન ન કરવું જોઈએ
જે લોકોને વારંવાર પથરીની સમસ્યા રહેતી હોય તેમને હળદર ઓછા પ્રમાણમાં સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. હળદરમાં દ્રાવ્ય ઓક્સાલેટનું ઉચ્ચ સ્તર હોય છે. જે સરળતાથી કેલ્શિયમ સાથે જોડાઈ શકે છે. જેથી અદ્રાવ્ય કેલ્શિયમ ઓક્સાલેટ બને છે. અદ્રાવ્ય કેલ્શિયમ ઓક્સાલેટ 75% કિડનીની સમસ્યાઓનું કારણ છે. તેથી પથરીના દર્દીઓએ હળદરનું સેવન ન કરવું જોઈએ. 

વાંચવા જેવું: રોટલી બનાવતી વખતે મોટા ભાગની મહિલાઓ કરે છે આ 4 ભૂલ, હેલ્થને થાય છે નુકસાન

એનિમિયાના દર્દીઓએ હળદરનું સેવન ન કરવું જોઈએ
જે લોકોને શરીરમાં લોહીની ઉણપ હોય તેમણે ઓછા પ્રમાણમાં હળદરનું સેવન કરવું જોઈએ. હળદરનાં વધુ પડતાં સેવનથી શરીરમાં આયર્નનું શોષણ વધી જાય છે. જેના કારણે એનિમિયાની સમસ્યા વધી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ