બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / People should be warned before planning to 'party in Goa'! There will be a fine of 50 thousand directly, this rule has become strict

નિયમોમાં કડકાઇ / 'ગોવામાં પાર્ટી' કરવાના પ્લાન કરતાં લોકો ચેતજો! સીધા 50 હજારનો થશે દંડ, કડક થઈ ગયો આ નિયમ

Megha

Last Updated: 01:37 PM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવામાં પ્રવાસન વિભાગે ખુલ્લી જગ્યામાં જમવાનું બનાવવા પર અને ખુલ્લામાં દારૂ પીવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને નિયમો તોડવા પર 50 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

  • ગોવામાં પાર્ટીનું આયોજન કરનારાઓ માટે મહત્વના સમાચાર
  • ખુલ્લામાં દારૂ પીવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો 
  • નિયમો તોડવા પર 50 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે 

દરેક લોકો જાણે છે કે પાર્ટી માટે ભારતનું ગોવા સૌથી પ્રખ્યાત શહેર છે આપણ હાલ ગોવામાં પાર્ટીનું આયોજન કરનારાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે રાજ્યના પ્રવાસન વિભાગે ખુલ્લી જગ્યામાં જમવાનું બનાવવા પર અને ખુલ્લામાં દારૂ પીવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ નિયમો તોડવા પર 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનું પણ કહેવામાં આવ્યું છે.

આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા માટે અધિકારીઓનું કહેવું છે કે 'ગોવાની પ્રવાસન ક્ષમતાને બગડતી બચાવવા માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે.' હવે ગોવામાં પાર્ટીનું આયોજન કરનારો ખુલ્લી જગ્યામાં ખોરાક નહીં બનાવી શકે . સાથે આમ ખુલ્લામાં દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

કઈ વસ્તુઓ પર પ્રતિબંધ 
આ સાથે જ સોમવારે જારી કરાયેલા એક આદેશમાં ગોવાના પ્રવાસન વિભાગે માલવાન (મહારાષ્ટ્ર) અને કારવાર (કર્ણાટક) જેવા રાજ્યની બહારના વિસ્તારોમાં વોટર સ્પોર્ટ્સ માટે અનધિકૃત ટિકિટના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જણાવી દઈએ કે નિર્દેશક નિખિલ દેસાઈ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર 'ખુલ્લી જગ્યાએ ખોરાક બનાવવો, કચરો ફેલાવવો, ખુલ્લામાં દારૂ પીવો, બોટલો તોડવી વગેરે' પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત એવી ગતિવિધિઓ જે પ્રવાસીઓની અવરજવરમાં અવરોધ ઊભો કરે અને વસ્તુઓ ખરીદવા માટે દબાણ કરતી આવી પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.આ સાથે જ સતાવાર સ્થળો સિવાય અન્ય સ્થળો પર પ્રવાસન પ્રવૃત્તિઓ માટે ટિકિટના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. 

શું થશે કાર્યવાહી 
નિયમોનું પાલન ન કરવા પર 5 હજાર રૂપિયા સુધીનું દંડ વસૂલવામાં આવશે અને વારંવાર નિયમ તોડવા પર 50 હાજર સુધીનો દંડ વસૂલી શકાય છે. આ સાથે જ IPC ની ધારા 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

જણાવી દઈએ કે ખાસ વાત એ છે કે વર્ષ 2019માં પણ ગોવા ટૂરિસ્ટ પ્લેસમાં સુધારાને ગોવા વિધાનસભામાં મંજૂરી આપી હતી અને તેમાં ફરવાલાયક જાહેર સ્થળો પર દારૂ પીવા, ખુલ્લામાં ખોરાક રાંધવા કે બોટલો તોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.આ સિવાય નાના મોટા લોકલ સ્થળોએ પ્રવાસીઓને ખાવા-પીવા માટે પ્રોત્સાહિત કરવાના હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ