બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / people of this name must wear moon stone they will get success in their life

જ્યોતિષ શાસ્ત્ર / આ નામના જાતકોએ અચૂકથી ધારણ કરવો જોઇએ 'મૂન સ્ટોન', મળશે માનસિક તણાવથી લઇને નેગેટિવ ઉર્જાથી મુક્તિ

Bijal Vyas

Last Updated: 10:08 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષના મતે, ચંદ્ર મનનો કારક છે. ચંદ્રની નબળાઈને કારણે મન અશાંત રહે. જો તમે પણ કુંડળીમાં ચંદ્રને બળવાન બનાવવા માંગો છો તો તમે મૂનસ્ટોન ધારણ કરી શકો છો.

  • કુંડળીમાં ચંદ્રને બળવાન બનાવવા માંગો છો તો તમે મૂનસ્ટોન ધારણ કરો
  • ઘરમાં વાસ્તુ દોષ હોય તો તમે ચંદ્ર સ્ટોન ધારણ કરી શકો છો
  • કર્ક રાશિના લોકોએ મૂનસ્ટોન અવશ્ય ધારણ કરવું જોઈએ

Moonstone Benefits:સનાતન ધર્મમાં જ્યોતિષનું મહત્ત્વનું સ્થાન છે. જ્યોતિષીઓ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જાણ્યા પછી લોકોને રત્ન પહેરવાની સલાહ આપે છે. કુંડળીમાં શુભ ગ્રહો નબળા અને અશુભ ગ્રહો બળવાન હોય ત્યારે વ્યક્તિના જીવનમાં અસ્થિરતા આવે છે. વ્યક્તિને પારિવારિક વિખવાદ અને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. સાથે જ વ્યક્તિ તણાવમાં રહે છે. ખાસ કરીને નબળા ચંદ્રને કારણે કે ચંદ્ર દોષને કારણે માનસિક પીડા થાય છે. જ્યોતિષના મતે, ચંદ્ર મનનો કારક છે. ચંદ્રની નબળાઈને કારણે મન અશાંત રહે. જો તમે પણ કુંડળીમાં ચંદ્રને બળવાન બનાવવા માંગો છો તો તમે મૂનસ્ટોન ધારણ કરી શકો છો. આવો, તેના વિશે વિગતે જાણીએ-

મૂન સ્ટોનના ફાયદા

  • જો તમે માનસિક તણાવથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે ચંદ્રનો નંગ(મૂન સ્ટોન) પહેરી શકો છો. જ્યોતિષીઓના મતે, ચંદ્ર સ્ટોન ધારણ કરવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે.

રત્નને જાગૃત કરીને પહેરવાથી જ મળે છે શ્રેષ્ઠ ફળ, પણ સાચી વિધિ જાણવી સૌથી  જરૂરી | activate gemstones wearing jagrat ratna can change luck and gives  best result know reason and method

  • જ્યોતિષીઓ કહે છે કે મૂનસ્ટોન પહેરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તમે ચંદ્ર સ્ટોન ધારણ કરી શકો છો.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર, મૂનસ્ટોન ધારણ કરવાથી અકસ્માતોથી બચી શકાય છે. પિતૃ દોષથી પીડિત લોકો પણ મૂનસ્ટોન પહેરી શકે છે. મૂન સ્ટોન ધારણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે.
  • જ્યોતિષના મતે પ્રવાસી નોકરી કરતા લોકોએ ચંદ્ર સ્ટોન પહેરવો જોઈએ. આ તેની કારકિર્દીને એક નવો આયામ આપે છે. બીજી તરફ મૂન સ્ટોન ધારણ કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.
  • જો તમે પ્રેમ સંબંધમાં છો, તો તમે પ્રેમ સંબંધને મજબૂત કરવા માટે મૂનસ્ટોન પહેરી શકો છો. તેનાથી પ્રેમ સંબંધમાં નિકટતા અને મધુરતા આવે છે.
  • જ્યોતિષના મતે, કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. તેથી કર્ક રાશિના લોકોએ મૂનસ્ટોન અવશ્ય ધારણ કરવું જોઈએ. કર્ક રાશિના લોકોનું નામ અંગ્રેજી મૂળાક્ષર 'H' પરથી 'હ' રાખવામાં આવ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો 'H' નામની વ્યક્તિ ચંદ્ર સ્ટોન પહેરી શકે છે.

એક રત્ન બદલી દેશે તમારું જીવન પરંતુ આ રાશિના લોકોએ ન પહેરવું જોઇએ નહીંતર...  | A gem will change your life

ક્યા દિવસે ધારણ કરવો શુભ માનવામાં આવે છે?
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વિધિ વિધાન પૂર્વક મૂન સ્ટોન ધારણ કરવુ જોઇએ. તેના માટેનો શુભ દિવસ સોમવાર છે. જો કે, કૃષ્ણ પક્ષમાં મૂનસ્ટોન ન પહેરવું જોઈએ. આ માટે શુક્લ પક્ષમાં સોમવારની રાત્રે ચંદ્ર સ્ટોન ધારણ કરો. જ્યારે હાથની સૌથી નાની આંગળીમાં ચંદ્ર સ્ટોન પહેરવો જોઈએ.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ