બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / people below 50 are more prone to cancer surprising claims in the study

સ્ટડી / 10 વર્ષમાં વિકરાળ રૂપ લેશે કેન્સર, 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં વધી રહી છે બીમારી, સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

Manisha Jogi

Last Updated: 03:11 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરમાં કેન્સર બાબતે અનેક સ્ટડી કરવામાં આવી છે. વિશ્વભરમાં 50 વર્ષથી ઓછી ઉંમપના લોકોમાં કેન્સરના કેસ વધી રહ્યા છે. છેલ્લા ત્રણ દાયકામાં કેન્સરના કેસમાં 79 ટકા વધારો થયો છે.

  • કેન્સર બાબતે અનેક સ્ટડી કરવામાં આવી છે
  • 50 વર્ષથી ઓછી ઉંમપના લોકોમાં કેન્સરના કેસ વધી રહ્યા છે
  • ત્રણ દાયકામાં કેન્સરના કેસમાં 79 ટકા વધારો

વિશ્વભરમાં કેન્સર બાબતે અનેક સ્ટડી કરવામાં આવી છે. તાજેતરમાં કેન્સર બાબતે એક સ્ટડી પ્રકાશિત કરવામાં આવી છે, જે ખૂબ જ ડરામણી છે. વિશ્વભરમાં 50 વર્ષથી ઓછી ઉંમપના લોકોમાં કેન્સરના કેસ વધી રહ્યા છે. છેલ્લા ત્રણ દાયકામાં કેન્સરના કેસમાં 79 ટકા વધારો થયો છે. બ્રિટિશ મેડિકલ જર્નલે સ્ટડીના આધાર પર આ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. 

આ રિપોર્ટમાં વર્ષ 2019 સુધીના આંકડા શામેલ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર વર્ષ 1990થી 2019 સુધીમાં કેન્સરના કેસ 18.2 કરોડથી વધીને 32.6 કરોડ થઈ ગયા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્સરના કારણે થતા મૃત્યુમાં 28 ટકાનો વધારો થયો છે. વિશ્વભરના 204 દેશોમાં 29 પ્રકારના કેન્સરના દર્દીઓ વિશે જાણવા મળ્યું છે. 

ભારતમાં કેન્સરના કેસ વધવાનું કારણ
મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા ત્રણ દાયકામાં ડાયગ્નોસ્ટિક ટૂલ્સ વિકસિત કરવામાં આવ્યા છે. ઉપરાંત ચિકિત્સા સુવિધાઓમાં વધારો પણ થયો છે, જેથી લોકો તપાસ કરાવી રહ્યા છે. અગાઉ ખૂબ જ ઓછા લોકો તપાસ કરાવતા હતા. ગ્રામીણ વિસ્તારમાં રહેતા મોટાભાગના લાકો તપાસ કરાવતા નહોચા. પ્રદૂષણ, ખાવા પીવાની આદત અને ફિઝિકલ એક્ટિવિટીના અભાવને અવગણી શકાય નહીં. 

અન્ય સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, તાજેતરમાં જે પણ કેસ સામે આવ્યા છે. તેમાંથી મોટાભાગના લોકોની ઉંમર 50 વર્ષ કરતા ઓછી છે. પ્રોસ્ટેટ અને વિંડવાઈપ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. દર વર્ષે આ બંને પ્રકારના કેસમાં 2.28 ટકાના દરથી વધારો થઈ રહ્યો છે. લીવરના કેન્સરના કેસમાં ઘટાડો થયો છે. નિષ્ણાંતો અનુસાર લીવર કેન્સરના કેસમાં ઘટાડો થવા માટે હેપેટાઈટિસ બી વેક્સીનેશન જવાબદાર હોઈ શકે છે. 

વર્ષ 2030 સુધીમાં કેન્સર વિકરાળ રૂપ લેશે
સંશોધનકર્તાઓ અનુસાર આગામી 10 વર્ષમાં કેન્સર વિકરાળ રૂપ લઈ શકે છે. કેન્સરના કારણે થતા મૃત્યુનો દર 21 ટકાથી વધીને 31 ટકા થઈ શકે છે. 40 વર્ષની ઉંમર ધરાવતા લોકો જોખમી શ્રેણીમાં આવી શકે છે. કેન્સર માટે જેનેટિક ફેક્ટરની સાથે સાથે રેડ મીટ અને મીઠું, શરાબ, તમાકુના કારણે 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો કેન્સરનો શિકાર બની રહ્યા છે. વર્શ 2022માં ભારતમાં કેન્સરના 14.6 લાખ કેસ સામે આવ્યા હતા. વર્ષ 2025 સુધીમાં આ આંકડો 15.7 લાખ સુધી પહોંચી શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ