બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / People asked questions to Bahucharaji BJP candidate Sukhaji Thakor

રાજકારણ / VIDEO: હું તમારો ભાઈ છું, વોટ નહીં આપો તોય કામ કરીશ...: BJP ઉમેદવારે પ્રજાને ખભે હાથ મૂકી અપાવ્યો વિશ્વાસ

Malay

Last Updated: 05:51 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા જિલ્લાના મોહનપુરા ગામમાં પ્રચાર અર્થે આવેલા બહુચરાજીના ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોરને લોકોએ સવાલો કર્યા હતા. આ દરમિયાન તેમણે સ્થાનિકના ખભે હાથ મૂકીને કહ્યું હતું કે, હું તમારો ભાઈ છું, તમે એક પણ મત નહીં આપો તો પણ હું કામ કરીશ.

 

  • બહુચરાજીના ભાજપ ઉમેદવાર સુખાજી ઠાકોરને લોકોએ કર્યા સવાલો
  • મોહનપુરા ગામમાં પ્રચાર અર્થે આવેલા સુખાજી ઠાકોરએ લોકોએ સવાલો કર્યા
  • એક પણ મત નહીં આપો તો પણ હું કામ કરીશઃ સુખાજી ઠાકોર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામો જાહેર કર્યા બાદ તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે અડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે, ચૂંટણી સમયે મતદારોએ પણ પોતાનો મીજાજ બતાવવાનું શરુ કરી દીધુ છે. બહુચરાજીમાં પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોરને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. સુખાજી સમક્ષ લોકોએ મોટી દાઉ ખુમાપુરા વચ્ચે બ્રિજને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન સુખાજી ઠાકોરે એક પણ મત નહીં આપો તો પણ આ વખતે કામ કરવાની બાંહેધરી આપી હતી.

ભાજપના ઉમેદવારને લોકોએ કર્યા સવાલો 
મહેસાણા જિલ્લાની 7 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપના 21 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. બહુચરાજીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપે સુખાજી ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે અમૃતજી (ભોપાજી) ઠાકોર અને આમ આદમી પાર્ટીએ સાગર રબારીને ટિકિટ આપી છે. ત્રણેય ઉમેદવારોએ પોતાના પ્રચારનો ધમધમાટ તેજ કરી દીધો છે, ત્યારે બહુચરાજીના મોહનપુરા ગામમાં પ્રચાર અર્થે આવેલા સુખાજી ઠાકોરને મોટી દાઉ ખુમાપુરા વચ્ચે બ્રિજ નહીં બનતા સ્થાનિકોએ સવાલો કર્યા હતા. વર્ષ 2017માં ખાતમુહૂર્ત કર્યા બાદ બ્રિજનું કામ હજુ સુધી હાથ ધરવામાં ન આવતા લોકોએ સવાલો કર્યા હતા.

એક પણ મત નહીં આપો તો પણ કામ કરીશઃ સુખાજી ઠાકોર
આ દરમિયાન ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોરે કહ્યું હતું કે, હું તમારો ભાઈ છું, તમે મને એક પણ મત નહીં આપો તો પણ હું તમારું કામ કરીશ. તેમણે સ્થાનિકના ખભે હાથ મૂકીને  વિશ્વાસ અપાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ