બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Patel NRI in Surat, father-son extorted 32 lakhs in the name of high earnings in organic farming
Last Updated: 03:15 PM, 20 February 2024
Surat Crime : સુરતમાં NRI પટેલ વ્યક્તિ સાથે 32 લાખની છેતરપિંડીની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, સુરત જિલ્લાના બારડોલી ખાતે એક NRI પાસે ઓર્ગેનિક ખેતીમાં ખૂબ કમાણીની લાલચ આપી 32 લાખ પિતા પુત્ર એ પડાવ્યા હતા. જે બાબતે બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા આજે બારડોલી પોલીસે મોરી ગામના અને આખું કારસ્તાન રચનાર પિતા પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે.
ADVERTISEMENT
સુરત જિલ્લામાં NRIના વતનમાં આવેલી જમીનમાં હવે સ્થાનિક કેટલા ખેડૂતો દાનત બગાડી પૈસા પડાવી રહ્યાનો કિસ્સો બારડોલી પંથકમાં સામે આવ્યો છે. બારડોલીના સ્ટેશન રોડ વિસ્તારમાં સાત ગાળા ખાતે રહેતા અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા નરેશભાઈ પટેલ પોતે મૂળ ધામરોડ લુંભા ગામના વતની છે. ત્યાં તેઓની જમીન પણ આવેલી છે અને જેની દેખરેખ તેઓના સંબંધી રાખતા હતા. આ દરમિયાન બારડોલી તાલુકાના મોરી ગામે રહેતા તેમના કૌટુંબિક બનેવી બ્રિજેશ પટેલ અને બ્રિજેશના પિતા કમલેશ પટેલ ઓર્ગેનિક ખેતી કરતા હોય નરેશભાઈને ઓર્ગેનિક ખેતી કરવા જણાવ્યું હતું અને ખેતીમાં કમાણી હોવાની લાલચ પણ આપી હતી.
ADVERTISEMENT
આ તરફ તેઓની જમીનમાં ઓર્ગેનિક ખેતીમાં કે કેળ, હળદર, ડ્રેગન ફ્રુટ, આદુ જેવા પાકના ફોટા પણ નરેશભાઈ ને બતાવ્યા હતા. જેથી નરેશભાઈ ને બંને પિતા પુત્ર ઉપર વિશ્વાસ આવ્યો હતો. ઓર્ગેનિક ખેતી અંગે વાતચીત થયા બાદ નરેશભાઈ પરિવાર સાથે અમેરિકા જતા રહ્યા હતા. દરમિયાન બંને પિતા પુત્ર બ્રિજેશ પટેલ અને કમલેશ પટેલે નરેશભાઈ પાસે પૈસા મંગાવ્યા હતા. તેઓ ઓર્ગેનિક ખેતીમાં રોકાણ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ટુકડે ટુકડે પૈસા આપ્યા બાદ કુલ 46 લાખ રૂપિયા પૈકી બંને પિતાએ 32 લાખ રૂપિયાનો હિસાબ આપ્યો ન હતો. જેથી નરેશભાઈને સમગ્ર બાબતે શંકા જતા તેમણે બંને પિતા પુત્ર સામે છેતરપિંડીની બારડોલી પોલીસમાં ફરિયાદ આપતા બારડોલી પોલીસે પણ હરકતમાં આવી હતી અને મોરી ગામના બ્રિજેશ પટેલ અને કમલેશ પટેલ બંને પિતા પુત્રને ધરપકડ કરી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.