બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / Not for a Hindu song in Bhavnagar, the shop was attacked because of this

VTV રિયાલિટી ચેક / કુંભારવાડામાં હિન્દુ ગીત માટે નહીં, આ કારણે દુકાન પર કરાયો હતો હુમલો: વાયરલ વીડિયો મામલે મોટો ખુલાસો

Last Updated: 02:14 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar News: ભાવનગરમાં જૂની અદાવતમાં હિંદુ વ્યકિત પર હુમલા કેસમાં VTV ન્યૂઝની ટીમે કર્યું રિયાલિટી ચેક, ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે કરી હતી કાર્યવાહી

Bhavnagar News : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં દરજી કામ કરતા એક વ્યક્તિને ધાર્મિક ધૂન નહીં વગાડવાનું કહી તેની ઉપ્પર 3 શખ્સોએ કરેલા હુમલાજ નો વિડિઓ થોડા સમય પહેલા વાયરલ થયો હતો. આ ઘટનાને લઈ VTV ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરતા આ વિડિઓમાં જે ધાર્મિક વાતનો ઉલ્લેખ જે તે સમયે કરવામાં આવેલ તે વાત ખોટી સાબિત થઇ છે. આ સાથે આ ઘટના કોઈ બે સમાજને ઉશ્કેરવા માટેનું કામ હતું તેમ બહાર આવ્યું છે. આ તરફ ખુદ પોલીસે પણ આ મામલે તપાસ કરી હતી અને આ ફેક વિડીયો હોવાનું જાહેર કર્યું હતું.

ભાવનગરના કુંભારવાડા વિસતારમાં આવેલ શીતળા માતાના મંદિર પાસે રાજેથરી મેન્સવેર નામે રાજેન્દ્રભાઇ ચૌહાણ નામના વ્યક્તિ દરજી કામ કરે છે. થોડા દિવસ પહેલા આ વ્યક્તિ ને 3 શખ્સો માર મારતા હોઈ તેવો વિડીયો વાયરલ થયો હતો. જે તે સમયે આ વિડીયોની સાથે એવી વાત નો ઉલ્લેખ થયો હતો કે, આ દુકાનદાર ધાર્મિક ધૂન વગાડતો હોઈ બાજુમાં રહેતા 3 વિધર્મીઓ એ ટેપ બંધ કરાવવા માર માર્યો છે. જોકે જે તે સમયે થયેલ પોલીસ ફરિયાદમાં આ પ્રકારની કોઈ વાતનો ઉલ્લેખ થયો ન હતો. પોલીસે આ ઘટનામાં વિડિઓમાં દેખાતા સાહિલ, શૌકત અને મુન્ના નામના શખ્સોની અટકાયત કરી ને ધોરણસર ના પગલાં લીધા હતા.

વધુ વાંચો: સાંકડા રસ્તામાં સામસામે આવ્યા ખેડૂત અને સાવજ, પછી સિંહણે જે કર્યું તે જોઈને વિશ્વાસ નહીં થાય

જાણો શું હતો સમગ્ર મામલો ?
આ તરફ પોલીસે આ શખ્સોની પૂછપરછ કરતા ધૂન વગાડવાની કોઈ વાત ન હોવાનું કહ્યું હતું, પરંતુ દુકાનદાર ના શટર ઉપ્પર કોઈ એ ગાયનું છાણ ફેંકેલ હોઇ તે ઘટના હોવાનું બહાર આવ્યું હતું. દુકાનદારે પોલીસમાં આ 3 શખ્સો વિરુદ્ધ અરજી આપતા ઉશ્કેરાયેલા શખ્સો એ રાજેન્દ્રભાઇને માર માર્યો હતો.આ ઘટના બની ત્યારે મીડિયામાં પણ અહેવાલો ધાર્મિક ધૂનના નામે પ્રસિદ્ધ થયા હતા જે પોલીસ તપાસમાં ખોટા નીકળ્યા હતા. પોલીસે જે તે સમયે એક યાદી બહાર પાડીને સ્પષ્ટતા પણ કરી હતી કે, આ ઘટના ધાર્મિક ધૂન ને લઇને નહીં પણ જૂની માથાકૂટના કારણે બની હતી. આ તરફ પોલીસે બાદમાં ફરિયાદીને રૂબરૂ બોલાવી પૂછપરછ કરતા તેમને પણ આ ધાર્મિક ધૂનની  વાત ખોટી હોવાનું જણાવ્યું હતું અને તેમને પણ પોલીસને જૂની માથાકૂટ નું કારણ આપ્યું હતું. આમ જે તે સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો VTV ન્યૂઝની તપાસમાં પણ ખોટો સાબિત થયો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

bhavnagar news કુંભારવાડા ધાર્મિક ધૂન ભાવનગર રિયાલિટી ચેક Bhavnagar news
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ