બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / passport documents know the required papers passport application

તમારા કામનું / માત્ર આટલા જ દિવસોમાં પાસપોર્ટ બનીને ઘરે આવી જશે, બસ એપ્લાય માટે અપનાવો આ પ્રોસેસ

Ajit Jadeja

Last Updated: 05:39 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે વિદેશ જવા માંગો છો તો પાસપોર્ટ એક મહત્વપૂર્ણ અને જરૂરી ડોક્યુમેન્ટ છે. પાસપોર્ટ વિદેશ મંત્રાલયથી ઈશ્યુ કરવામાં આવે છે. તમે ઓનલાઈન અરજી કરી પાસપોર્ટ બનાવી શકો છો.

Passport: જો તમે વિદેશ જવા માંગો છો તો પાસપોર્ટ એક મહત્વપૂર્ણ અને જરૂરી ડોક્યુમેન્ટ છે. પાસપોર્ટ વિદેશ મંત્રાલયથી ઈશ્યુ કરવામાં આવે છે. જો તમે પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો તો આ કામ તમે જાતે કરી શકો છો. કારણ કે પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા ઘણી સરળ છે. તમારે એના માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે ઓનલાઈન અરજી કરી પાસપોર્ટ બનાવી શકો છો.

દેશભરમાં તેની 543 પાસપોર્ટ ઓફિસ કાર્યરત

વિદેશમાં યાત્રા માટે પાસપોર્ટની જરૂર પડે છે. વિદેશમાં આપણી નાગરિકતા પાસપોર્ટથી જ સ્થાપિત થાય છે. જો તમે પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો તો આ કામ એકદમ સરળ છે. પાસપોર્ટ ભારતનું વિદેશ મંત્રાલય આપે છે. દેશભરમાં તેની 543 પાસપોર્ટ ઓફિસ કાર્યરત છે. તમે જાતે ઓનલાઈન અરજી કરી શકો છો. આજે અમે તમને પાસપોર્ટ ઓનલાઈન બનાવવાની પ્રક્રિયા વિશે જણાવીશું.

ભારતનું વિદેશ મંત્રાલય આ પાસપોર્ટ ઈશ્યુ કરે છે

પાસપોર્ટ માત્ર એક જ પ્રકારના નહીં પણ ત્રણ પ્રકારના હોય છે. ભારતનું વિદેશ મંત્રાલય આ પાસપોર્ટ ઈશ્યુ કરે છે. જેમાં સામાન્ય પ્રકારના પાસપોર્ટ ઈસ્યુ થાય છે જે ભારતના સામાન્ય નાગરિકો માટે ઈશ્યુ કરવામાં આવે છે. આ સિવાય ડિપ્લોમેટિક પાસપોર્ટનો નંબર આવે જે ભારત સરકારના કર્મચારીઓને ઈશ્યુ કરવામાં આવે છે. ઓફિશિયલ પાસપોર્ટ પણ ઈશ્યુ કરવામાં આવે છે. જેમાં ભારત સરકાર વતી કોઈ અધિકૃત કામગીરી કરવા માટે વિદેશ જવાનું થાય ત્યારે આ પાયપોર્ટ ઈશ્યુ કરવામાં આવે છે. જો તમારે એક સામાન્ય પ્રકારનો પાસપોર્ટ બનાવવાનો હોય તો તેમાં 30 થી 45 દિવસ જેટલો સમય લાગે છે. પરંતુ જો તમે અરજન્ટમાં પાસપોર્ટ બનાવવા માંગો છો તો એક અઠવાડિયાથી લઈ પંદર દિવસમાં તમારા એડ્રેસ પર પાસપોર્ટ પહોંચી જાય છે.

કેવી રીતે એપ્લાય કરવું?

  • પાસપોર્ટ સેવા https://portal2.passportindia.gov.in ની વેબસાઈટ પર જઈને રજિસ્ટર કરીને લોગીન કરવું
  • લોગીન કર્યા બાદ ફ્રેશ પાસપોર્ટ/પાસપોર્ટ રિઈશ્યુ પર ક્લીક કરવું
  • ત્યાર બાદ ફોર્મ ખુલસે,જેમા તમારે વિગતો ભરવાની રહેશે
  • ફોર્મ ભર્યા બાદ ફી ભરીને અપોઈન્ટમેન્ટ ડેટ સેટ કરવી,ત્યાર બાદ ફીની રીસીપ્ટ અને એપ્લીકેશન ફોર્મની પ્રીન્ટ કાઢવી
  • અપોઈન્ટમેન્ટના દિવસે ક્ષેત્રીય પાસપોર્ટ ઓફિસે જવું 
  • આગામી 30-45 દિવસમાં પાસપોર્ટ તમારા ઘરે પહોંચી જશે

કેટલા રૂપિયા થાય છે ફી?

પાસપોર્ટ બનાવવા માટે 1500 થી 2000 રૂપિયાની ફી ભરવી પડે છે. અરજન્ટ પાસપોર્ટ માટે વધારાની ફી ભરવી પડે છે.

વધુ વાંચોઃકોઈ સાપ ડંખ મારે તો આ દવા કામ લાગી જશે, વૈજ્ઞાનિકોએ બનાવી ઝેર વિરોધી રસી

કયા દસ્તાવેજો જોઈયે?

  • ભારતીય નાગરિકતા અને કોઈ ગુનાહિત રેકોર્ડ નથી તેનું એફિડેવીટ
  • બર્થ ડેટના પૂરાવા માટે આધાર કાર્ડ/પાન કાર્ડ/મતદાર આઈડી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ. (આમાંથી કોઈપણ એક)
  • એડ્રેસના પુરાવા માટે વીજળી અથવા પાણીનું બિલ, રેશન કાર્ડ, આવકવેરા વિભાગનો આકારણી ઓર્ડર, મતદાર ID, આધાર કાર્ડ બેંક પાસબુક આમાથી કોઈ એક

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ