જવાબદારી /
અમદાવાદની આ કંપની બનાવશે નવી સંસદની ડિઝાઇન
Team VTV08:34 AM, 26 Oct 19
| Updated: 08:40 AM, 26 Oct 19
સંસદ ભવનને ફરીથી ડિઝાઇન કરનારી મહત્વકાંક્ષી યોજના માટે અમદાવાદની 'HSP ડિઝાઇન પ્લાનિંગ' ની વાસ્તુ સલાહકાર તરીકે પસંદગી કરવામાં આવી છે. બિમલ પટેલની નેતૃત્વવાળી કંપનીએ ગાંધીનગરમાં કેન્દ્રિય વિસ્ટા અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના પૂર્નવિકાસ પર કામ કર્યું હતું.
અમદાવાદની કંપની સંસદને નવુ રૂપ આપશે. રિવરફ્રન્ટ બનાવનારી કંપની હવે દેશની સંસદને નવું રંગરૂપ કરશે. આમ સંસદના નવિનીકરણ માટેની કામગીરી સેપ્ટના વડા બિમલ પટેલની કંપની HCPને ડિઝાઇનની જવાબદારી સોંપાઇ છે.
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રીએ આપી માહિતી
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે કે અંદાજે 448 કરોડ રૂપિયાથી ઓચું, 229.7 કરોડ રૂપિયાનું છે. પુરીએ કહ્યું કે કન્સલ્ટિંગ ખર્ચ આમ તો કુલ ખર્ચનો 3 થી 5 ટકા હોય છે. જો કે તેમણે આંકડા આપવાનો ઇન્કાર કર્યો.
2022 સુધીમાં સંસદનું કામ થશે પૂર્ણ
અમદાવાદ સ્થિત કંપનીને સંસદનું નવનીકરણનું કામ સોંપવામાં આવ્યું છે. જેમાં 2022 સુધીમાં સંસદભવ એકદમ નવું થઇ જશે. સંસદભવનનું નિર્મામ 1911થી 1931 વચ્ચે થયું હતું. આ સાથે તમામ મંત્રાલયોની ડિઝાઇન એક સમાન હશે.