બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Panchayat Department: Important news regarding Gram Panchayat elections, Order to delegate power to Talati as Administrator

BIG NEWS / ગ્રામ પંચાયત ચૂંટણીના સળવળાટ વચ્ચે મોટા સમાચાર, પંચાયત વિભાગે તલાટીને સોંપ્યો વહીવટદારનો કારોભાર

Vishnu

Last Updated: 04:04 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અન્ય ગામના તલાટીને વહીવટદાર તરીકે નિમણૂંક આપવા પંચાયત વિભાગે આદેશ કર્યા

  • ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ મહત્વના સમાચાર
  • તલાટી મંત્રીને વહીવટદાર તરીકેની સત્તા સોંપવા આદેશ
  • અન્ય ગામના તલાટીને વહીવટદાર તરીકે નિમણૂંક આપવા આદેશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ તેવું લાગી રહ્યું છે ત્યારે  ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજ્ય સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.  મહત્વનું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી વર્ષના અંત સુધીમાં યોજાઈ શકે છે ત્યારે ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 

જુન મહિના સુધી નહી યોજાય ગ્રામ પંચાયતની ચૂંટણી
મહત્વનું છે કે ગ્રામપંચાયતોની ટર્મ પૂરી થતાં સરપંચ પાસેથી હોદ્દાની સત્તા લઈ લેવામાં આવી છે. જેથી ગ્રામ પંચાયતની ચૂંટણી મે મહિનામાં આવશે તેવી વાતો વહેતી થઈ હતી. પણ આજે પંચાયત વિભાગે મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં તલાટી મંત્રીને વહીવટદાર તરીકેની સત્તા સોંપવા આદેશ કરવામા આવ્યો છે. જેમાં અન્ય ગામના તલાટીને વહીવટદાર તરીકે નિમણૂંક આપવા આદેશ,તેમજ જ્યાં ફરજ બજાવતા હોય ત્યાં જ તલાટીને વહીવટદાર નહી બનાવાય તેવો ઉલ્લેખ પણ કરવામા આવ્યો છે. આથી એ નક્કી કહી શકાય છે કે જુન મહિના સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે નહીં.

પંચાયતી રાજ સૌથી મોટી લોકશાહીની તાકાત
1957માં બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી અને બળવંતરાય મહેતાએ 'પંચાયતી રાજ' એ શબ્દ માટે 'લોકશાહી વિકેન્દ્રીકરણ' શબ્દનો પ્રયોગ કર્યો હતો. સમિતિએ સત્તાના વિકેન્દ્રીકરણ માટે કહ્યું હતું કે, જવાબદારી અને સત્તા વગર વિકાસ થઇ શકતો નથી. આ દ્રષ્ટિએ ઉપલી કક્ષાએથી સત્તાનું વિકેન્દ્રીકરણ કરી લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી પંચાયતોને સત્તાની સોંપણી કરવી તે પંચાયતી રાજ કહેવાય છે. ભારત એ સૌથી મોટો લોકશાહી દેશ છે અને તેની આ લોકશાહીને ગ્રામ પંચાયતો વધુ મજબૂત બનાવે છે. ચોકકસ ઉદ્દેશ્યો અને હેતુઓ સાથે પંચાયતી રાજનું નિર્માણ કરવામાં આવ્યું છે. સત્તાનું વિકેન્દ્રીકરણ, લોકોની ભાગીદારી વધારવી, ગામડાનો સર્વાંગી વિકાસ સાધવા અને લોક સશક્તિકરણ જેવા હેતુઓ સાથે પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી. પ્રજાની ઉન્નતી માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અંગ્રેજી રાજનિતિજ્ઞએ કહ્યું હતું કે અનેક ઉથલ પાથલ અને ઉતાર ચઢાવમાં પણ ભારતના લોકો મજબૂતીથી ટક્યા છે તેનું કારણ છે પંચાયતોની તાકાત છે કારણકે નાની નાની પંચાયતો એ પોતાનામાં જ પ્રજાસત્તાક રાજ્યો છે. 

પંચાયતોના પરિણામ 2022ની દિશા નક્કી કરશે?
ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે તેવો સળવળાટ ઘણા સમયથી શરૂ થઈ ગયો છે ત્યારે જોવું રહ્યું કે પંચાયતોના પરિણામ 2022ની કેવી દીશા અને દશા નકકી કરે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ