બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Pakistani PM Sharif got emotional mentioning India

નિવેદન / આપણે ભીખ માંગીને જીવવાનું છે કે પછી...? ભારતનો ઉલ્લેખ કરી ભાવુક થઈ ગયા પાકિસ્તાની PM શરીફ, જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 01:16 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan PM Shehbaz Sharif News: વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, ભારત આગળ વધી ગયું છે પરંતુ આપણે આપણી પોતાની ભૂલોને કારણે પાછળ રહી ગયા છીએ

  • પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સત્ય સ્વીકાર્યું
  • મજબૂરીમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનો લોન પ્રોગ્રામ સ્વીકાર્યો: PM શાહબાઝ 
  • વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, ભારત આગળ વધી ગયું છે
  • આપણે આપણી પોતાની ભૂલોને કારણે પાછળ રહી ગયા છીએ: PM શાહબાઝ 

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના બેલઆઉટ પેકેજને લઈને સત્ય સ્વીકાર્યું છે. વાત જાણે એમ છે કે, તેમણે કહ્યું કે પાકિસ્તાને મજબૂરીમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનો લોન પ્રોગ્રામ સ્વીકાર્યો છે કારણ કે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. શાહબાઝે ભારતની પણ જોરદાર પ્રશંસા કરી હતી. 

વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, ભારત આગળ વધી ગયું છે પરંતુ આપણે આપણી પોતાની ભૂલોને કારણે પાછળ રહી ગયા છીએ. પેશાવરમાં ગવર્નર હાઉસ ખાતે PM યુવા લેપટોપ યોજનાના વિતરણ સમારોહમાં જણાવ્યું હતું કે, અમે આનંદથી IMF કાર્યક્રમ પસંદ કર્યો નથી અને તેના બદલે આમ કરવું અમારી મજબૂરી હતી. દેવા અને ભીખમાંથી મુક્તિ મેળવવા માટે આપણે આપણા પગ પર ઊભા રહેવું પડશે. 

શાહબાઝે સાઉદી અરેબિયાનો આભાર માન્યો 
PM શાહબાઝે કહ્યું કે, પાકિસ્તાનને મંગળવારે સાઉદી અરેબિયા પાસેથી 2 અબજ ડોલરની રકમ મળી છે. એટલા માટે તેણે સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો આભાર માન્યો. તેમણે સાઉદી અરેબિયા પાસેથી આ પૈસા મેળવવા માટે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની પણ પ્રશંસા કરી હતી. જોકે શાહબાઝે એમ પણ કહ્યું કે, આ જીવવાની રીત નથી. તેમણે કહ્યું કે, જેમણે પાકિસ્તાનના નિર્માણ માટે પોતાનો જીવ આપ્યો છે તેઓ વર્તમાન પરિસ્થિતિમાં તેમની કબરોમાં છે.

ભારતના વખાણ કરી શું કહ્યું ?  
પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે, આ આપણા માટે વિચારવાની તક છે. દેશના લોકોએ આનો વિચાર કરવો જોઈએ. દેશને પાટા પર લાવવાનો આ સમય છે. તેમણે પાકિસ્તાની યુવાનોને ખાતરી આપી હતી કે, દેશની સંસ્થાઓ, પ્રાંતો અને સંઘીય સરકારે કૃષિ, માહિતી ટેકનોલોજી અને ખનિજોને પ્રોત્સાહન આપવા અને નિકાસ વધારવા માટે એક વ્યાપક યોજના બનાવી છે. તેમણે કહ્યું કે, ભારત આગળ વધી ગયું છે પરંતુ આપણે આપણી પોતાની ભૂલોને કારણે પાછળ રહી ગયા છીએ. 

આપણે પ્રામાણિકપણે જીવવું છે કે ભીખ માંગીને ? 
પાકિસ્તાની PM શાહબાઝ શરીફે કહ્યું કે, આજે આપણે નક્કી કરવાનું છે કે, ઈમાનદારીથી જીવવું કે ભીખ માંગીને. તેમણે કહ્યું કે, તેમની સરકાર કૃષિ અને ઉદ્યોગોમાં ક્રાંતિ લાવવા માંગે છે અને કિંમતોને નિયંત્રણમાં લાવવા માંગે છે. આ અમારા મુખ્ય પડકારો છે. વડાપ્રધાન શાહબાઝે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન દેશમાં વિદ્યાર્થીઓને 1,00,000 લેપટોપનું વિતરણ કરવામાં આવશે અને તે સંપૂર્ણ રીતે મેરિટના આધારે હશે. માત્ર યોગ્યતા જ આ દેશને બચાવી શકે છે. ભ્રષ્ટાચારે ભરડો લીધો છે અને તેનો અંત લાવવાનું કામ યુવાનોનું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ