બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / pakistani actress mahira khan once used to clean garbage and clean toilets, today is the owner of 170 crores

મનોરંજન / કચરાં-પોતા અને ટોઇલેટ સાફ કરતી યુવતી આજે 170 કરોડની માલિક, છે પાકિસ્તાનની પણ ભારતમાં ફેમસ

Megha

Last Updated: 11:47 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ હિરોઈને પહેલી બોલિવૂડ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. જો કે અભિનેત્રી બન્યા પહેલા તેણી પૈસા કમાવવા માટે દુકાનમાં કચરાં-પોતા કરતી અને શૌચાલય પણ સાફ કરતી હતી.

  • આ હિરોઈન અભિનેત્રી બન્યા પહેલા દુકાનમાં કચરાં-પોતા કરતી. 
  • પહેલી બોલિવૂડ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. 
  • દુકાનોમાં કચરાં-પોતા અને શૌચાલય સાફ કરીને પૈસા કમાયા હતા. 

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખૂબ સારું રહ્યું હતું. 'પઠાણ', 'જવાન' અને 'ડંકી' વર્ષ 2023માં રિલીઝ થઈ અને આ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. એવામાં આજે આપણે શાહરુખ ખાનની એ હિરોઈન વિશે વાત કરીશું જે અભિનેત્રી બન્યા પહેલા દુકાનમાં કચરાં-પોતા કરતી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahira Khan (@mahirahkhan)

આ અભિનેત્રી પડોશી દેશ એટલે કે પાકિસ્તાનની છે પરંતુ તેમ છતાં ભારતમાં તેની લોકપ્રિયતા જબરદસ્ત છે. અભિનેત્રીના જીવનમાં એક સમયે એવો હતો જ્યારે તેણીને રોજીરોટી કમાવવા માટે દુકાનોમાં કચરાં-પોતા કરતી હતી, પણ હવે તે કરોડોની માલિક છે. આ અભિનેત્રીએ તેની પહેલી બોલિવૂડ ફિલ્મમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. શાહરૂખ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરનાર આ અભિનેત્રીનું નામ છે માહિરા ખાન. 

માહિરા ખાન પાડોશી દેશ પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી છે અને તેણે બોલિવૂડમાં પણ ઍક્ટિંગથી તેની અલગ ઓળખ ઉભી કરી છે. શાહરૂખની ફિલ્મ 'રઈશ'માં માહિરા ખાને તેના અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા હતા. આ ફિલ્મ પછી માહિરા ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય બની હતી. પરંતુ આ સ્થાન હાંસલ કરવા માટે અભિનેત્રીએ ઘણી મહેનત કરી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahira Khan (@mahirahkhan)

પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને ગયા વર્ષે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ જ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અભિનેત્રીએ તેના એક જૂના ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણે પણ અમેરિકામાં ખૂબ જ મુશ્કેલ દિવસો વિતાવ્યા હતા. એવામાં હાલ એક વાતચીત દરમિયાન માહિરાએ અભિનયની શરૂઆત કર્યા કરતાં પહેલા નાની નોકરીઓ કરવા વિશે ખુલાસો કર્યો હતો. 

વધુ વાંચો: બ્રાહ્મણ યુવતી, નોનવેજ અને શ્રીરામ પર વિવાદ: નેટફ્લિક્સે હટાવવી પડી આ ફિલ્મ, જાણો શું હતો વિવાદ

માહિરા ખઅને વાત કરતાં કહ્યું કે, ' એક સમય એવો હતો કે હું ફ્લોર સાફ કરતી અને રસ્તાની બાજુની દુકાનોમાં શૌચાલય સાફ કરીને પૈસા કમાયા છે. હું આ વાત એટલા માટે શેર કરું છું કારણ કે હું ઈચ્છું છું કે લોકો આ વિશે જાણે, લોકોને ખબર પડે કે મેં જીવનમાં મુશ્કેલ સમય પણ જોયા છે. આ એક એવી સફર છે જે આસાન નથી પરંતુ તે એક મહાન બાબત છે.' અહેવાલો અનુસાર, માહિરા 17 વર્ષની ઉંમરે કેલિફોર્નિયા ગઈ હતી અને અમેરિકામાં તેના રોકાણ દરમિયાન તેણે ઘણી વિચિત્ર નોકરીઓ કરી હતી.

માહિરા ખાનની ગણતરી પાકિસ્તાનની ધનિક અને સફળ અભિનેત્રીઓમાં થાય છે. ફિલ્મ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ઉપરાંત, માહિરા ખાન એમ બાય માહિરા ખાન નામની ક્લોથિંગ લાઇન પણ ચલાવે છે. રિપોર્ટ અનુસાર તેની કુલ સંપત્તિ 170 કરોડ રૂપિયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ