બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / pakistan Sanctions 88 Terrorist Leaders Including Dawood Ibrahim

ખુલાસો / દાઉદને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, પાકિસ્તાને આખરે પ્રથમ વખત કરી આ કબૂલાત

Kavan

Last Updated: 07:16 PM, 22 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ઘેરવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાન આશરે બે મહિના પહેલા ફજેતી થઈ હતી જ્યારે આતંકવાદના ભંડોળ પર નજર રાખતી સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ તેને 'ગ્રે લિસ્ટ'માં મુકવાનો નિર્ણય લીધો હતો. ત્યારે આજે પાકિસ્તાને પ્રથમ વખત એ વાતનો સ્વીકાર કર્યો છે કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે.

  • અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને સૌથી મહત્વના સમાચાર
  • પહેલી વાર પાકિસ્તાને કરી કબૂલાત
  • પાકિસ્તાનને જાહેર કરેલી આતંકવાદીની યાદીમાં દાઉદના નામ

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને એક યાદી જાહેર કરી તેમાં 88 આંતકીઓના નામ છે. જેમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું પણ નામ સામેલ છે. આપને જણાવી દઇએ કે, દાઉદ પાકિસ્તાનમાં હોવાની વાત વારંવાર ભારત સહિત અને રાષ્ટ્રો દ્વારા કરવામાં આવી છે પરંતુ પાકિસ્તાને હંમેશા નનૈયો જ ભણ્યો છે ત્યારે આજે 88 આતંકીઓની યાદી જાહેર કરી જેમાં દાઉદનો પણ સમાવેશ હોવાનું સામે આવ્યું છે.

સંપત્તિ જપ્ત કરવાનો હુકમ

મળતી માહિતી મુજબ આ આતંકી સંગઠનો અને તેમના વડાની તમામ સંપત્તિ કબજે કરવા અને બેંક ખાતાઓ સીલ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જૂન 2018 માં, પેરિસ સ્થિત FATFએ પાકિસ્તાનને 'ગ્રે લિસ્ટ' પર મૂક્યું હતું અને ઈસ્લામાબાદને 2019 ના અંત સુધીમાં એક્શન પ્લાન લાગુ કરવા કહ્યું હતું, પરંતુ કોવિડ -19 રોગચાળાને કારણે અંતિમ મુદત લંબાવી દેવામાં આવી હતી.

સરકારે 18 ઓગસ્ટના રોજ બે સૂચનાઓ બહાર પાડીને, 26/11 ના મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવાના નેતા અઝહર અને અંડરવર્લ્ડ ડોન ઇબ્રાહિમ પર પ્રતિબંધો જાહેર કર્યા હતા. 1993 ના મુંબઈ બોમ્બ ધડાકા પછી ઇબ્રાહિમ ભારત માટે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી તરીકે સામે આવ્યો છે.

UNSC સૂચિ પ્રમાણે પ્રતિબંધો

પાકિસ્તાની અખબાર 'ધ ન્યૂઝ' ના સમાચાર મુજબ, પાકિસ્તાન સરકારે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)  દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સૂચિનું પાલન કરવા માટે 88 વડા અને આતંકવાદી જૂથોના સભ્યો પર પ્રતિબંધો લગાવ્યા છે. સૂચનાઓમાં જાહેર કરાયેલ પ્રતિબંધો જમાત-ઉદ-દાવા, જૈશ-એ-મોહમ્મદ, તાલિબાન, દાએશ, હક્કાની જૂથ, અલ કાયદા અને અન્ય પર લાદવામાં આવ્યા છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ