બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / વિશ્વ / Pakistan can claim name India after it is officially removed in UN says the report

વિવાદ / લો બોલો, પાકિસ્તાનને ઈન્ડિયા નામ જોઈએ છે! UNમાં કરી શકે છે દાવો: રિપોર્ટમાં ખુલાસા બંને દેશોમાં ખૂબ ચર્ચા

Vaidehi

Last Updated: 04:23 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો ભારતનાં બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ દૂર કરવામાં આવશે તો પાકિસ્તાનીઓ આ નામનો ક્લેમ કરી લેશે. પાક.નાં રાષ્ટ્રવાદીઓ લાંબા સમયથી દાવો કરી રહ્યાં છે કે ઈન્ડિયા નામ પર પાકિસ્તાનનો અધિકાર છે.

  • જો દેશનું નામ ઈન્ડિયાથી ભારત થયું તો પાકિસ્તાન લપક મારશે
  • રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ઈન્ડિયા નામ મેળવવા દાવો કરશે
  • પાક.રાષ્ટ્રવાદીઓ ઘણાં સમયથી ઈન્ડિયા નામ પોતાનો હોવાનો દાવો કરે છે

ભારતમાં થનાર G20નાં ડિનર નિમંત્રણમાં પ્રેસિડેંટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેંટ ઓફ ભારત લખાયા બાદ સમગ્ર દેશમાં ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવા અંગે વાદ-વિવાદ શરૂ થઈ ગયાં છે. આ આંતરિક અટકળોની વચ્ચે હવે પાકિસ્તાનથી કેટલાક ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યાં છે. 

સાઉથ એશિયા ઈન્ડેક્સનાં ટ્વીટે કર્યો ખુલાસો
સાઉથ એશિયા ઈન્ડેક્સનાં રિપોર્ટ અનુસાર જો ઈન્ડિયા નામની માન્યતા સત્તાવાર ધોરણે UNમાંથી રદ કરવામાં આવે છે તો પાકિસ્તાન 'ઈન્ડિયા' નામ પર પોતાનો દાવો રજૂ કરી શકે છે. પાકિસ્તાની રાષ્ટ્રવાદીઓ ઘણાં લાંબા સમયથી એ દલીલ કરતા આવ્યા છે કે ઈન્ડિયા નામ સિંધુ ક્ષેત્રને દર્શાવે છે તેથી પાકિસ્તાનનો ઈન્ડિયા નામ પર હક છે.

મોહમ્મદ અલી જિન્નાને ઈન્ડિયા નામ પર આપત્તી હતી
રિપોર્ટ અનુસાર પાકિસ્તાનનાં PM મોહમ્મદ અલી જિન્નાએ ઈન્ડિયા નામનો વિરોધ કર્યો હતો. તેમણે બ્રિટિશ ભારત તરફથી નવા સ્વતંત્ર દેશનાં રૂપમાં 'ઈન્ડિયા' નામ અપનાવવા પર આપત્તિ વ્યક્ત કરી હતી. તેમણે ઈન્ડિયાની જગ્યાએ હિંદુસ્તાન કે ભારત નામ રાખવાનો વિચાર વ્યક્ત કર્યો હતો.

માઉંટ બેટનનાં આમંત્રણનો કર્યો હતો બહિષ્કાર
સપ્ટેમ્બર 1947 એટલે કે આઝાદીનાં એક મહિના બાદ લુઈસ માઉંટબેટને મોહમ્મદ અલી જિન્નાને એક કલા પ્રદર્શનનીનાં અધ્યક્ષ બનવા માટેનું આમંત્રણ આપ્યું હતું. જિન્નાએ એ આમંત્રણનો બહિષ્કાર કર્યો કારણકે આમંત્રણમાં હિંદુસ્તાનની જગ્યાએ India લખેલું હતું. ત્યારે જિન્નાએ માઉંટબેટનને લખ્યું કે,' આ અફસોસની વાત છે કે કેટલાક રહસ્યમય કારણોથી હિંદુસ્તાને ઈંડિયા શબ્દ અપનાવી લીધો છે જે નિશ્ચિતરૂપે ભ્રામક છે અને તેનો ઉદેશ્ય પણ ભ્રમ પેદા કરવાનો છે.' તે સમયે બેટન ભારત અને જિન્ના પાકિસ્તાનનાં ગવર્નર જનરલ હતાં. માઉંટબેટને બ્રિટિશ સત્તાનાં છેલ્લા વાયસરૉયનાં રૂપમાં વિભાજનની દેખરેખ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોહમ્મદ જિન્ના અને માઉંટબેટન વચ્ચે બનતી નહોતી. 1973માં એક ઈન્ટરવ્યૂમાં માઉંટબેટને જિન્નાને "બાસ્ટર્ડ" કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ