બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / PAK vs NZ: Babar Azam lost his first match in India, Pakistan lost badly to New Zealand

World Cup 2023 / Warm-up Match: NZvPAK : ભારતમાં પહેલી જ મેચમાં પાકિસ્તાનની કારમી હાર, 345 રનનો ટાર્ગેટ છતાં ન્યુઝીલેન્ડની 5 વિકેટે આસાન જીત

Pravin Joshi

Last Updated: 10:52 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે વર્લ્ડ કપમાં 3 વોર્મ-અપ મેચ રમાઈ હતી, જેમાં પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બાંગ્લાદેશે શ્રીલંકાને ખૂબ જ સરળતાથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી.

  • 7 વર્ષ બાદ ભારત આવેલી પાકિસ્તાની ટીમની અહીં ખરાબ શરૂઆત થઈ
  • પાકિસ્તાની ટીમ તેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટે હારી ગઈ
  • બાંગ્લાદેશની ટીમે પણ પોતાની પ્રથમ વોર્મ-અપ મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું

વર્લ્ડ કપ 2023ની એક્શન આખરે ભારતમાં શરૂ થઈ ગઈ છે. દસ ટીમોની ટૂર્નામેન્ટની મેચો 5 ઓક્ટોબરથી શરૂ થશે. પરંતુ ટૂર્નામેન્ટની પ્રેક્ટિસ મેચો શુક્રવાર, 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ અને ટીમોએ ભારતીય પરિસ્થિતિઓ અને મેદાનમાં પોતાનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું. 7 વર્ષ બાદ ભારત આવેલી પાકિસ્તાની ટીમની અહીં ખરાબ શરૂઆત થઈ હતી. બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાની ટીમ તેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટે હારી ગઈ હતી. આ સિવાય વિવાદોથી ઝઝૂમી રહેલી બાંગ્લાદેશની ટીમે પણ પોતાની પ્રથમ વોર્મ-અપ મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું.

તમામ ખેલાડીઓને તક આપી 

હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બંને ટીમોએ પોતાના લગભગ તમામ ખેલાડીઓને તક આપી હતી. જો કે, ન્યુઝીલેન્ડે અનુભવી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને બોલિંગ આપી ન હતી, જ્યારે કેપ્ટન કેન વિલિયમસને માત્ર બેટિંગ કરી હતી. પાકિસ્તાન માટે આ મેચમાં સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને આરામ આપવામાં આવ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ