બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / ott platform Netflix subscription price hike know new rates

બિઝનેસ / Netflix યુઝર્સને મોટો ઝટકો: હવેથી સબ્સ્ક્રિપ્શન લેવું થયું મોંઘુદાટ, કંપનીએ કર્યો ચાર્જમાં વધારો, જાણો શું છે નવા રેટ

Arohi

Last Updated: 10:48 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Netflix Subscription Price: OTT Platform Netflix પર હવે ફિલ્મ કે વેબ સીરિઝ જોવા પહેલા કરતા વધારે મોંઘા થઈ ગયા છે. કંપનીએ પોતાના સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમતને વધારી દીધી છે.

  • Netflix યુઝર્સને મોટો ઝટકો
  • Netflix સબ્સ્ક્રિપ્શન થયું મોંઘુ
  • જાણો નવા રેટ્સ 

વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflixએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હકીકતે Netflixએ પોતાના સબ્સક્રિપ્શન પ્લાનની કિંમતોને વધારી દીધી છે. આ OTT પ્લેટફોર્મ પર હવે ફિલ્મ કે વેબ સીરિઝ જોવી પહેલા કરતા વધારે મોંઘી થઈ ગઈ છે. 

હવે અમેરિકામાં યુઝર્સને તેના બેસિક પ્લાન માટે 11.99 ડોલર પ્રતિ મહિનાની ચુકવણી કરવાની રહેશે. જે પહેલા 9.99 ડોલર હતી.  તેના પ્રીમિયમ પ્લાન માટે દર મહિને 19.99 ડોલર આપતા લોકોને હવે દર મહિને 22.99 ડોલર આપવા પડશે. Netflixનો 6.99 ડોલર એડ-સપોર્ટેડ પ્લાન અને 15.49 ડોલરનો સ્ટાન્ડર્ડ ટિયર બાવ નહીં બદલાય.

કંપનીએ જાહેર કર્યા ત્રણ મહિનાના પરિણામ 
Netflixએ બુધવારે રાત્રે પોતાના ત્રણ મહિનાના પરિણામ જાહેર કરતા શેરધારકોને લખેલા પત્રમાં જણાવ્યું, "આપણે આપણા સદસ્યોને વધારે વેલ્યૂ પ્રદાન કરીએ છીએ માટે આપણે ક્યારેય તેમને થોડુ વધારે પેમેન્ટ કરવા માટે નથી કહેતા. અમારી શરૂઆતી કિંમત અન્ય સ્ટ્રીમર્સની સાથે ખૂબ જ પ્રતિસ્પર્ધી છે. અને યુએસમાં 6.99 ડોલર પ્રતિ મહિના છે. ઉદાહરણ તરીકે આ એક મૂવી ટિકિટની સરેરાશ કિંમતથી ખૂબ જ ઓછી છે."

ભારતમાં વધશે ભાવ? 
કંપનીએ હજુ સુધી એ ખુલાસો નથી કર્યો કે નવી કિંમતો ભારતીય બજાર સહિત અન્ય વૈશ્વિક બજારોમાં પ્રભાવી થશે કે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ