બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Opposition parties cannot stop PM Modi's victory, this will happen in the country including Gujarat

સર્વે / ઓપિનિયન પોલ: વિપક્ષી પાર્ટીઓ થઈને PM મોદીનો વિજયરથ રોકી નહીં શકે, ગુજરાત સહિત દેશમાં થશે આવા હાલ, જુઓ સર્વેમાં કોને કેટલી સીટોનું અનુમાન

Priyakant

Last Updated: 02:34 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Opinion Polls News: વિધાનસભાની ચૂંટણીથી લઈને લોકસભાની ચૂંટણી સુધી તમામની નજર NDA અને INDIA એલાયન્સ પર,  સતત ત્રીજી વખત મોદી સરકાર બનવાની સંભાવના

  • દેશમાં આવતા વર્ષે યોજાવા જઈ રહી છે લોકસભાની ચૂંટણી
  • ચૂંટણી પહે તમામની નજર NDA અને INDIA એલાયન્સ પર 
  • સામાન્ય ચૂંટણી પહેલા એક નવો ઓપિનિયન પોલ સામે આવ્યો 
  • સતત ત્રીજી વખત મોદી સરકાર બનવાની સંભાવના

Opinion Polls : દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને સામાન્ય ચૂંટણીની સેમીફાઈનલ માનવામાં આવી રહી છે જેની જાહેરાત હવે ગમે ત્યારે થઈ શકે છે. વિધાનસભાની ચૂંટણીથી લઈને લોકસભાની ચૂંટણી સુધી તમામની નજર NDA અને INDIA એલાયન્સ પર છે. ભાજપની આગેવાની હેઠળ NDA ગઠબંધન હાલમાં સત્તામાં છે, જ્યારે કોંગ્રેસ અને જેડીયુ સહિત 26 થી વધુ પક્ષોએ એકસાથે આવીને વિપક્ષી મોરચાની રચના કરી છે, જેને 'INDIA' નામ આપવામાં આવ્યું છે. આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા એક નવો ઓપિનિયન પોલ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, જો આજે ચૂંટણી થશે તો કોની સરકાર બનશે.

 સતત ત્રીજી વખત મોદી સરકાર બનવાની સંભાવના
'ઈન્ડિયા ટીવી' અને 'સીએનએક્સ'ના ચૂંટણી સર્વેમાં સતત ત્રીજી વખત મોદી સરકાર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સર્વે મુજબ 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે ભાજપની સીટો ઘટી શકે છે, જ્યારે કોંગ્રેસની સીટો વધી શકે છે, પરંતુ NDA સરકાર બનાવશે. NDAને 315 બેઠકો મળી શકે છે, જ્યારે INDIA ગઠબંધનને 172 બેઠકો મળી શકે છે. આ સિવાય અન્યના ખાતામાં 56 સીટો આવી શકે છે. સર્વે મુજબ ભાજપને 293 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 70 બેઠકો મળવાની ધારણા છે, જે 2019 કરતા 18 બેઠકો વધુ છે. આમ આદમી પાર્ટીને છ બેઠકો મળી શકે છે.

આ સાથે મમતા બેનર્જીની ટીએમસીને 30, બીજેડીને 13, શિવસેના (શિંદે)ને ચાર, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ને આઠ, સમાજવાદી પાર્ટીને ચાર, આરજેડીને સાત બેઠકો મળી શકે છે. ઓપિનિયન પોલમાં જેડીયુને સાત બેઠકો આપવામાં આવી છે, જ્યારે ડીએમકેને 21, એઆઈએડીએમકેને 6, શરદ પવારની એનસીપીને ત્રણ અને અજિત પવારની એનસીપીને બે બેઠકો મળવાની ધારણા છે. આ સિવાય YSRCPને 15 બેઠકો મળી શકે છે, TDPને 10 બેઠકો મળી શકે છે. ડાબેરી મોરચાને છ, બીઆરએસને આઠ અને અન્યને 30 બેઠકો આપવામાં આવી છે.

કયા પક્ષને રાજ્યોમાં કેટલી બેઠકો મળે છે?
સર્વે અનુસાર યુપીમાં NDAને 73 બેઠકો મળી શકે છે, INDIA ગઠબંધનને સાત બેઠકો મળી શકે છે. બિહારમાં NDAને 24 બેઠકો, INDIAને 16 બેઠકો મળવાની ધારણા છે, મહારાષ્ટ્રમાં NDAને 28 બેઠકો મળવાની ધારણા છે, INDIAને 20 બેઠકો મળવાની ધારણા છે. આ સિવાય તમિલનાડુમાં NDAના ખાતામાં માત્ર એક સીટ જતી જોવા મળી રહી છે, જ્યારે INDIAએલાયન્સને 32 સીટો અને અન્યને છ સીટ મળી શકે છે. ભાજપ ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી શકે છે, જ્યારે કર્ણાટકમાં NDAને 18 અને INDIAને 10 બેઠકો મળવાની ધારણા છે.  રાજસ્થાનની વાત કરીએ તો અહીં NDAને 23, INDIAને બે સીટો, મધ્યપ્રદેશમાં NDAને 25 અને INDIAને ચાર સીટો મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ