બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / online scam 4.99 lakh debited from bank account

સાવધાન / ગૂગલ પર ભૂલથી પણ આવું સર્ચ કર્યું તો ગયા સમજજો! સુરતમાં ભેજાબાજે 10 જ મિનિટમાં 5 લાખ સેરવી લીધા

Khyati

Last Updated: 01:26 PM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના રત્નકલાકારે 10 હજાર રુપિયાની ઇન્કવાયરી કરવા બાબતે ગુમાવ્યા 4.99 લાખ, ફ્રોડ કોલથી સાવધાન

  • ગૂગલ પર સર્ચ કરવુ પડ્યુ ભારે
  • બેંકનો નંબર સર્ચ કર્યો તો 4.99 લાખ ખાતામાંથી ગાયબ
  • તારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સામાન્ય રીતે લોકો પોતાની જીવન જરૂરી વસ્તુઓ અને મદદ માટે હવે સર્ચ એન્જીન પર આધાર રાખતા થઈ ગયા છે. પરંતુ હવે દરેક વ્યક્તિએ ચેતી જવાની જરૂર છે, કારણકે હવે ઓનલાઈન સર્ચ દરમિયાન મળતા નંબર પણ હેકર્સના હોય છે. આ હેકરો તમને બેંક કે અન્ય કંપનીની હેલ્પલાઇન હોવાનું જણાવીને વાત વાતમાં તમારા એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી લે છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ બેંક ખાતા નંબર શોધવાના ચક્કરમાં રુપિયા 4.99 લાખ ગુમાવ્યા.

10 મિનિટમાં 4.99 લાખ ગાયબ

ઘટનાની વિગતે વાત કરીએ તો, સુરતના એક રત્નકલાકારે બેંકનો નંબર જાણવા માટે ગૂગલ પર સર્ચ કર્યુ. ઇન્ડસઇન્ડ બેંકનો નંબર જાણવા માટે તેણે જેવુ સર્ચ કર્યુ કે તેને વિવિધ નંબર સ્ક્રીન પર દેખાયા. તેમાંથી એક નંબર પર કોલ કર્યો તો સામે વાળાએ રત્નકલાકાર પાસે બેંકની તમામ વિગતો આપી. રત્નકલાકારે બેંકનો જ નંબર છે તેમ સમજીને બધી જ માહિતી આપી દીધી.  ફોન મુક્યાની થોડી જ મિનિટોમાં  4.99 લાખ ડેબિટ થઇ ગયા.


ઓનલાઇન પેમેન્ટ માટે કરી હતી ઇન્કવાયરી

રત્ન કલાકારે ઓનલાઇન 10 હજારનું પેમેન્ટ કર્યુ હતું પરંતુ તે સામે વાળી વ્યક્તિના એકાઉન્ટમાં જમા થયુ નહિ. જેથી બેંકનો કસ્ટમર કેર નંબર ગૂગલ પર સર્ચ કરીને મદદ મેળવવા ગયા પરંતુ ભેજાબાજે રત્નકલાકારનું બેંક ખાતુ સાફ કરી દીધુ.  બેંકની ડિટેઇલ્સ જાણી લઇને રત્નકલાકારના ખાતામાંથી 4.99 લાખ સેરવી લીધા. આ મામલે રત્નકલાકારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ