બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Online Fraud with Kau Motipura person of Aravalli

ફ્રોડ / અરવલ્લીના યુવકને ફેસબુક પરથી પંજાબની ભેંસોની ખરીદી પડી ભારે, 1.25 લાખનો થયો સાયબર ફ્રોડ, આખરે બન્યું શું

Kishor

Last Updated: 06:29 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન ખરીદી કરતા લોકો માટે આંખ ઉઘાડનારો કીસ્સો સામે આવ્યો છે. જેમાં કઉ મોતીપુરાના વ્યક્તિને ઓનલાઈન ભેંસ ખરીદીમાં 1.25 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યોં છે.

  • અરવલ્લીના કઉ મોતીપુરાનો વ્યક્તિ ઓનલાઈન ભેંસ ખરીદતા છેતરાયો
  • ફેસબુક ઉપર 2 ભેંસોની ખરીદી કરતા 1.25 લાખનો થયો સાયબર ફ્રોડ
  • ફેસબુક પરથી પંજાબની ભેંસો ખરીદવી પડી ભારે

ડિજિટલ યુગમાં સાયબર ગઠિયાઓ બેફામ બન્યા છે. જે છાશવારે અવનવા કીમિયાઓ કરી ગુન્હાને અંજામ આપતા હોય છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો અરવલ્લીમાં સામે આવ્યો છે. જેમા મોડાસાના કઉ મોતીપુરાનો વ્યક્તી સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. જેમાં ભેંસ ખરીદવા મામલે સોશિયલ મીડિયામાં વાતચીત થયા બાદ આરોપીઓએ 1.25 લાખ રૂપિયાનું કરી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. 

સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવતા પહેલા છૂટી જશે પસીનોઃ અમદાવાદના યુવકને થયો  કડવો અનુભવ | cyber crime compline ahmedabad police

મોડાસાના કઉ મોતીપુરાનો વ્યક્તી બન્યો સાયબર ફ્રોડનો શિકાર

મોડાસાના કઉ મોતીપુરા ખાતે રહેતા ફકીર મહંમદ વણઝારાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી સમગ્ર વિગત આપી હતી. જેમાં જણાવ્યું હતું કે ફેસબૂક પરથી બે ભેંસો ખરીદવા બાબતે તેઓની સાથે 1.25 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડ થયું છે. આધેડને ફેસબુક પર પંજાબની બે ભેંસો ખરીદવા બાબતે વાત થઈ હતી. બાદમાં ભેજાબાજ ઠગે વિશ્વાસમાં લઈ બે ભેંસોનો ભાવ એક લાખ રૂપિયા નક્કી કર્યા હતો.

ફ્રોડે ભોગ બનનાર પાસે વારંવાર વિવિધ યુક્તિઓથી 1.25 લાખ પડાવ્યા

ફ્રોડે ભેંસોની પંજાબથી ડિલિવરી કરવા પ્રથમ ડિપોઝીટ પેટે ઓનલાઈન 10,000 રૂપિયાની માંગ કરી હતી. ત્યારબાદ ફ્રોડે ભોગ બનનાર પાસે 20 અને 30 હજાર સહિત વારંવાર વિવિધ યુક્તિઓથી 1.25 લાખ પડાવી લીધા હતા. ખાસ વાત એ છે કે 1 લાખ કિંમતની ભેંસોનું નક્કી થયા બાદ રૂપિયા 1.25 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. બાદમાં ભોગ બનનારે સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ