બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / One more leap for India in space, 10 died due to heart attack in a single day, 9 Gujaratis missing due to visa issues!

2 મિનિટ 12 ખબર / અંતરિક્ષમાં ભારતની વધુ એક છલાંગ, એક જ દિવસમાં હાર્ટ એટેકથી 10નાં મોત, વિઝાના ચક્કરમાં 9 ગુજરાતીઓ ગુમ!

Vishal Khamar

Last Updated: 11:08 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હાર્ટ એટેકનાં કિસ્સામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકનાં કારણે ઘણા લોકોએ પોતાની જીંદગી ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ગત રોજ રાજ્યમાં હાર્ટ એટેકથી 10 લોકોએપોતાનો જીવ ગુમાવ્યા હતા. તો બીજી તરફ તેજ વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર નહી થાય તેવી ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું.

A woman-builder's heart failed while playing Garba in Rajkot, tragic death due to heart attack, more than 10 cases in...

રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં યુવાઓ જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ગરબા રમતા, લગ્નમાં નાચતા વખતે, ક્રિકેટ રમતા રમતા કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મોતના કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. નવરાત્રીમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝુમી રહ્યા છે. ત્યારે ગત રોજ રાજ્યમાં હાર્ટ એટેક મહિલા તેમજ પુરૂષનાં મોત નિપજતા લોકોમાં હવે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રાજકોટમાં , અમદાવાદ, ધોરાજી, વડોદરા, કપડવંજમાં પણ મોત નિપજ્યા હતા. યુવકોનાં મોત નિપજતા તેઓનાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.  

cyclone tej not a threat to gujarat but storm in arabian sea may head for yemen oman

 દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાતી તોફાન 'તેજ'ની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. ભારતીય હવામાન વિભાગ (IMD)ના એક અધિકારીએ આ માહિતી આપી છે. IMDએ આ પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે અને 21 ઓક્ટોબરે સવાર સુધીમાં તેના ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે અપનાવવામાં આવી રહેલી ફોર્મ્યુલા અનુસાર તેને 'તેજ' કહેવામાં આવશે. IMD અનુસાર, એવી સંભાવના છે કે રવિવારે તે ભયંકર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે અને ઓમાનની નજીકના યમનના દક્ષિણ કિનારા તરફ આગળ વધી શકે છે.

From now on, Gujarat government will not buy new vehicles for staff cars, will hire vehicles through outsourcing.

જનતાનાં પૈસા બચાવવા માટે રાજ્ય સરકાર હવે કરકસરનો માર્ગ અપનાવ્યો છે.  ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે તમામ વિભાગોમાં આઉટ સોર્સિંગથી વાહનો ભાડે રાખવામાં આવશે. સરકાર હસ્તકનાં તમામ વિભાગોમાં સ્ટાફ કાર માટે હવે નવા વાહનની ખરીદી રાજ્ય સરકાર દ્વારા કરવામાં નહી આવે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર તેઓનાં હસ્તકનાં ખાતાનાં વડાની કચેરીઓ માટે ભાડે વાહન રાખશે. જૂનાં કંડમ વાહનો સામે નવા વાહનની ખરીદી કરવાને બદલે આઉટ સોર્સિંગથી વાહનો મેળવાશે. તેમજ વાહન રાખતા પહેલા દરેક વિભાગોએ વાહન માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી ફરજીયાત છે.  

Patan sander Rs. Khodal Dham will be prepared at a cost of Rs 100 crore, Bhoomi Pujan will be done by CM tomorrow

પાટણના સંડેર મુકામે આજે 100 કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તર ગુજરાત ઝોનનું ખોડલધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેની હાલ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ જવા પામી છે. આજે  ખોડલધામ નિર્માણના ખાતમુહૂર્ત પ્રસંગે ખોડલધામના ચેરમેન અને રાજકીય,સામાજિક તમામ આગેવાનો જોડાશે સંડેર ખોડલધામ સંકુલના ખાતમુહૂર્તને લઈ લેઉવા પાટીદાર સમાજના 2 હજાર સ્વયં સેવકો દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઉતર ગુજરાત ઝોનમાં પાટણના સંડેર મુકામે રૂપિયા 100 કરોડના અંદાજિત ખર્ચે નવનિર્માણ પામનાર ખોડલધામનુ ખાતમુહૂર્ત આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે.

Application case in High Court regarding 9 missing Gujaratis going to America

ડોમિનિકાથી એન્ટિગુઆ જતા 9 ગુજરાતીઓ લાપતા થઈ ગયા છે. તેઓનો કોઈ અત્તપત્તો ન મળતા તેમના પરિવારજનો હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે આ મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જેના પર ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. માયીની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે વિદેશ મંત્રાલયની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી તથા સોગંદનામાને લઇ હાઈકોર્ટે વિદેશ મંત્રાલયની ઝાટકણી કાઢી હતી.

Operation 'Spa': Statewide raids by Gujarat Police at 2 thousand places in last 3 days, arrest of more than 150 accused

 હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેત વ્યાપારની પ્રવૃતિઓને બંધ કરાવવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી પોલીસે 2 હજાર સ્પા સેન્ટરો તેમજ હોટલોમાં દરોડા પાડ્યા છે.  આ મામલે પોલીસ દ્વારા ત્રણ દિવસમાં 279 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. જ્યારે 204 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.  તેમજ પોલીસ દ્વારા 183 આરોપીઓની ધરપકડ કરી છે. 

Gaganyaan's test flight launch will fall into the ocean at an altitude of 17 km

ગગનયાન મિશનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અનેક અવરોધો અને પડકારોને પાર કરીને ISROએ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. ISROએ રવિવારે સવારે 10 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ગગનયાનના ક્રૂ મોડ્યુલને લોન્ચ કર્યું હતું. તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 અને ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાયન્ટ (TV-D1) પણ કહેવામાં આવે છે.

Justin Trudeau's Shocking Statement on Expulsion of 41 Diplomats from India

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે શરૂ થયેલો વિવાદ હજુ સુધી અટક્યો નથી. આ બધાની વચ્ચે હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડિયન રાજદ્વારીઓ વિરુદ્ધ ભારતની કાર્યવાહી પર ફરીથી નારાજગી વ્યક્ત કરી છે. કેનેડીયન PMનું કહેવું છે કે, ભારતની આ કાર્યવાહી લાખો લોકોનું જીવન મુશ્કેલ બનાવી રહી છે. અહી નોંધનીય છે કે, આ નિવેદનના એક દિવસ પહેલા જ કેનેડાએ ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવવાની જાહેરાત કરી હતી.

BJP MP Mansukh Vasava again made a big statement regarding liquor

અત્યાર સુધી વિપક્ષના નેતાઓ દ્વારા રાજ્યમાં ખુલ્લેઆમ દારૂના વેપલાને લઈને આક્ષેપો કરવામાં આવતા હતા, પરંતુ હવે ખુદ શાસકપક્ષના સાંસદ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ દારૂને લઈને ફરી એકવાર નિવેદન આપ્યું છે. તેઓએ જાહેરમાં કહ્યું છે કે દારૂથી આદિવાસી સમાજની બરબાદી થવાની છે, સમાજ સુધરવો જોઈએ અને વ્યસન મુક્ત થવો જોઈએ. 

Big increase in cases including cardiac arrest, breathing problems during Navratri in Gujarat, see statistical information

નવરાત્રી દરમ્યાન કાર્ડિયાક એરેસ્ટ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઈમરજન્સી 108 ને મળતા કાર્ડિયાક એરેસ્ટ કેસમાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નવરાત્રીનાં ડેટામાં  9.1 ટકાનો વધારો થયો છે. નવરાત્રી દરમ્યાન કાર્ડિયાક અને શ્વાસ લેવામાં તકલીફનાં કેસ વધ્યા છે.ગુજરાત ઈમરજન્સી 108 ને 521 કાર્ડિયાક એરેસ્ટનાં કેસ મળ્યા છે. નવરાત્રીનાં 6 દિવસમાં જ કાર્ડિયાક એરેસ્ટનાં 521 કેસ નોંધાવા પામ્યા છે. શ્વાસ લેવામાં તકલીફનાં 719 કેસ નોધાયા છે. જ્યારે સૌથી વધુ અકસ્માતનાં 1253 કેસ નોંધાવા પામ્યા છે. 

Navratri 2023 viral social falguni pathak fee for navratri or song to know this you going to stuns

ફાલ્ગુની પાઠકને દાંડિયા ક્વીના નામે પણ ઓળખવામાં આવે છે. તેમણે 1998થી સિંગિંગ કરિયરની શરૂઆત કરી. તેમણે ચૂડી જો ખનકી, મેને પાયલ હૈ છનકાઈ, મેરી ચૂનર ઉડ ઉડ જાએ અને અન્ય આવા ઘણા હિટ સોન્ગ્સ ગાયા છે. જોકે તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી વધારે ઓફર નથી મળતી. એક રિપોર્ટ અનુસાર ફાલ્ગુની નવરાત્રી વખતે એક રાતના કાર્યક્રમ માટે 20 લાખ રૂપિયા ચાર્જ કરે છે. ફાલ્ગુની પાઠક 9 દિવસોમાં લગભગ 1.4 કરોડ રૂપિયા કમાણી કરી લે છે. ફાલ્ગુની નવરાત્રી વખતે બધા સિંગર્સ કરવા વધારે કમાણી કરે છે. 

KL Rahul will be given the responsibility as the vice captain of Team India


વર્લ્ડ કપને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ક્રિકેટ રસીકો માટે આ શ્રેણી એટલે મોટા તહેવાર સમાન છે. જેનો લોકો આનંદ ઉઠાવી રહ્યા છે. તો ભારતીય ટીમની પણ વર્લ્ડ કપમાં સારી શરૂઆત ચાલી રહી છે. ત્યારે આ શ્રેણીમાં ભારતીય ટીમ વર્લ્ડ કપની તેની પાંચમી મેચ ન્યૂઝીલેન્ડ સામે ધરમશાળા સ્ટેડિયમમાં રમશે. 22 ઓક્ટોબરે ધર્મશાલાના સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે જંગ ખેલાશે. મહત્વનું છે કે છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યાને ઇજાને કારણે હાલ તે આરામ પર છે અને પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો બની રહ્યો નથી. જેના કારણે હવે સૂર્યકુમાર યાદવને ટીમમાં થાય તેવા સંકેતો મળી રહ્યા છે. હવે વાઇઝ કેપ્ટન કોણ એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ