બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / One High Court judgment: There is no such thing as dual marriage in Hinduism, second wife is not entitled to family pension

ચુકાદો / બે હાઈકોર્ટનો એક ચુકાદો : હિંદુ ધર્મમાં દ્વિવિવાહ જેવું કશું નથી, બીજી પત્ની ફેમિલી પેન્શનની હકદાર નથી

Hiralal

Last Updated: 07:15 PM, 4 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુવહાટી અને કર્ણાટક હાઈકોર્ટે અલગ અલગ કેસમાં એવું જાહેર કર્યું છે કે હિંદુ ધર્મમાં બહુવિવાહ જેવો કોઈ શબ્દ નથી અને તેથી બીજી પત્ની ફેમિલી પેન્શનની હકદાર નથી.

  • ગુવહાટી હાઈકોર્ટનો મોટો ચુકાદો
  • હિંદુ ધર્મમાં દ્વિવિવાહ જેવું કશું નથી
  • બીજી પત્ની ફેમિલી પેન્શનની હકદાર નથી 
  • પેન્શન માટે પહેલી પત્ની હકદાર
  • મૃતકની બે પત્ની વચ્ચેનો ફેમિલી પેન્શનનો કેસ હાઈકોર્ટ પહોંચ્યો 

ગુવહાટી હાઈકોર્ટે ફેમિલી પેન્શનના એક કેસની સુનાવણી કરતા એક મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે તેના ચુકાદમાં ટાંક્યું કે હિંદુ એક એવો ધર્મ છે કે જેમાં બહુવિવાહને કોઈ સ્થાન નથી અને પહેલી પત્ની હોવા છતાં પણ બીજી પત્ની કૌટુંબિક પેન્શનની હકદાર નથી.

મૃતકની બે પત્નીઓ વચ્ચેનો કેસ પહોંચ્યો હાઈકોર્ટમાં 
જસ્ટિસ સંજય કુમાર મેધીની ખંડપીઠે આ રીતે એક કેસની તપાસ કરી હતી જેમાં અરજદાર (પ્રતિમા ડેકા)એ બિરેન ડેકાની પત્ની હોવાનો દાવો કરીને કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ફેમિલી પેન્શનની માંગ કરવામાં આવી હતી. અરજદારે એવી રજૂઆત કરી હતી કે તેના પતિ સિંચાઈ વિભાગમાં એપ્રેન્ટિસ તરીકે કામ કરતા હતા અને ઓગસ્ટ 2016માં તેમનું અવસાન થયું હતું, તેથી તે ફેમિલી પેન્શનની હકદાર છે. તેણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેને ત્રણ બાળકો છે. બીજી તરફ અરજદારના દાવાને પ્રતિવાદી નં.6 સહિતના પ્રતિવાદીઓએ સોગંદનામું દાખલ કરીને પડકાર્યો હતો. પ્રતિવાદી નં.6એ એવી રજૂઆત કરી હતી કે, તે મૃતક કર્મચારીની પ્રથમ પત્ની છે અને કાયદા મુજબ તે કૌટુંબિક પેન્શનની હકદાર છે.

હિંદુધર્મમાં બહુવિવાહને કોઈ સ્થાન નથી, બીજી પત્નીને ફેમિલી પેન્શન ન મળી શકે 
બન્ને પત્નીઓની રજૂઆત સાંભળ્યા બાદ જસ્ટિસ સંજય કુમાર મેધીની ખંડપીઠે એવું જાહેર કર્યું કે પક્ષકારો ધર્મપ્રમાણે હિન્દુ છે અને હિન્દુ મેરેજ એક્ટ મુજબ દ્વેષભાવનો કોઈ ખ્યાલ નથી, પરંતુ તે ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો છે અને છૂટાછેડાનું કારણ પણ છે. જસ્ટિસે કહ્યું કે આ મામલે પહેલી પત્ની હયાત છે અને પહેલી પત્નીની હયાતીમાં બીજી પત્ની ફેમિલી પેન્શન માટે હકદાર નથી, તેથી બીજી પત્નીના પેન્શન સંબંધિત અરજીને ફગાવી દેવામાં આવે છે. ખંડપીઠે એવું પણ કહ્યું કે બાળકો (બીજી પત્નીને ત્યાં જન્મેલા) પણ મોટા છે અને તેથી, જો કે બાળકો સગીર હોય તો તેમને થોડી રાહત આપી શકાઈ હોત પણ તેવું નથી આથી બીજી પત્નીની અરજી ફગાવી દેવામાં આવે છે. ફેમિલી પેન્શન માટે તો પહેલી પત્ની જ હકદાર છે. 

બહુવિવાહ અપરાધ, પહેલી પત્નીની મંજૂરી અનૈતિક- કર્ણાટક હાઈકોર્ટ
ગુવહાટી હાઈકોર્ટની ઉપરાંત કર્ણાટક હાઈકોર્ટે પણ આવા એક કિસ્સામાં એવું જાહેર કર્યું છે કે બહુવિવાહ ગુનો છે અને પતિને બીજા લગ્ન કરવાની પત્ની દ્વારા મંજૂરી આપવી અનૈતિક છે. 77 વર્ષીય વૃદ્ધ દ્વારા પોતાની સામે દાખલ કરવામાં આવેલી બહુવિવાહની એક અરજીને રદ કરવા સંબંધિત અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે આવું જણાવ્યું હતું. 77 વર્ષીય આનંદ નામના શખ્સે 1968માં ચંદ્રઅમ્મા સાથે લગ્ન કર્યાં હતા ત્યાર બા દ1972માં ચંદ્રઅમ્માની બહેન સવિત્રાઅમ્મા સાથે લગ્ન કર્યાં હતા. 1993માં વારાલક્ષ્મી સાથે ત્રીજા લગ્ન કર્યાં હતા. ચંદ્રઅમ્માએ 2018માં આનંદની સામે બહુવિવાહનો કેસ દાખલ કર્યો હતો. તેણે એવો આક્ષેપ કર્યો હતો કે આનંદે તેનાથી એ વાત છૂપાવી હતી કે તેણે અગાઉ વારાલક્ષ્મી સાથે લગ્ન કર્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ