બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / On the issue of fixed pay policy, Minister Kanu Desai said that there is no consideration at present

BIG NEWS / હાલ કોઈ વિચારણા નથી: ફિક્સ પે બાબતે ગુજરાતનાં મંત્રી કનુભાઈ દેસાઇનું મોટું નિવેદન, કહ્યું રજૂઆત આવે પછી યોગ્ય નિર્ણય લઈશું

Dinesh

Last Updated: 06:54 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news : મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ફિક્સ પે બાબતમાં હાલ કોઈ વિચારણા નથી જ્યારે આ મુદ્દે રજૂઆત આવશે ત્યારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે

  • ફિક્સ પે નીતિ મુદ્દે મંત્રી કનુ દેસાઈનું નિવેદન
  • 'ફિક્સ પે બાબતમાં હાલ કોઈ વિચારણા નથી'
  • 'પ્રશ્ન આવશે ત્યારે તેનો પણ સુખદ ઉકેલ આવશે'


રાજ્ય સરકારની ફિક્સ પે નીતિનો સરકારી કર્મચારીઓ દ્વારા અવાર નવાર વિરોધ નોંધાવી રહ્યાં છે. કર્મચારીઓ સરકારને રજૂઆત કરી છે તેવું પણ જણાવે છે, ત્યારે ફિક્સ પેને લઇને મંત્રી કનુભાઇ દેસાઇનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ફિક્સ પે બાબતે કોઈ વિચારણા નથી

ફિક્સ પે મુદ્દે મંત્રી કનુ દેસાઈનું નિવેદન 
ફિક્સ પે મુદ્દે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ફિક્સ પે બાબતમાં હાલ કોઈ વિચારણા નથી કરવામાં આવી.  જ્યારે આ મુદ્દે રજૂઆત આવશે ત્યારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પ્રશ્ન આવશે ત્યારે તેનો પણ સુખદ ઉકેલ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે તેના માટે એક બેઝ તૈયાર થાય પછી યોગ્ય નિર્ણય કરાશે.

શું છે ફિક્સ પે નીતિનો મુદ્દો
ફિક્સ પેનાં મુદ્દે થોડા દિવસ અગાઉ ભારતેંદૂ રાજગોરે જણાવ્યું હતું કે, સરકારને એક જ રજૂઆત છે કે, સુપ્રિમ કોર્ટમાં જે આ કેસ ચાલી રહ્યો છે. તે કેસ આપે જ કરેલ છે. જેને પરત ખેંચી લો. અમે તમામ ગુજરાતનાં કર્મચારી અને યુવાનોને ફિક્સ પગારમાંથી મુક્ત કરીને તેઓને રેગ્યુલર નિમણૂંક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે. ફિક્સ પગારમાં જે સરકારી મિત્રો છે તે તમામ લોકો 28 તારીખે પોસ્ટ ઓફિસમાં જઈ એક લેટર ડિઝાઈન કર્યો છે. તે લેટરની સાથે રાખડી વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીને મોકલશે. 

ફિક્સ પે મુદ્દે કર્મચારીઓનો વિરોધ કાર્યક્રમ
7.9.2023 નાં રોજ જન્માષ્ટમીનાં તહેવારનાં દિવસે સરકારી ક્વાર્ટર છે ત્યાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કર્યું છે. 16.9.2023 નાં રોજ તમામ કર્મચારીઓ રાજ્યપાલ, મુખ્યમંત્રીને લેટર લખશે કે આ ફીક્સ પગારની પ્રથા દૂર કરવામાં આવે. નવરાત્રી દરમ્યાન રીમુવ ફિક્સ પે નામનાં દીવડા કરીને ગરબાનું પણ આયોજન રાખેલ છે. તેમજ 4.11.2023 નાં રોજ બ્લેક સેટર ડે થકી  જે પણ ફિક્સ પગારનાં કર્મચારીઓ છે તે કાળા કપડા પહેરી આ નીતીનો વિરોધ દર્શાવતા હોય તે રીતે ઓફીસમાં જઈ પોતાની ફરજ નિભાવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ