બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / On the eve of August 15, a grand tricolor yatra was organized by police personnel in Bhuj

કચ્છ / VIDEO : ખમ્મા, ખમ્મા ખાખીવાળાઓને ! ભુજમાં પોલીસકર્મીઓને ચઢી આઝાદીની ખુશી, જોરદાર ગરબે ઘૂમ્યાં

Dinesh

Last Updated: 09:00 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના ભૂજમાં પોલીસ જવાનો દ્વારા 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ તિરંગા યાત્રા બાદ પોલીસ જવાનો મન મુકીને ગરબે ઘૂમ્યા હતાં

 

  • હર ઘર તિરંગા યાત્રાનું આયોજન
  • આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી
  • 77માં સ્વતંત્ર દિવસની દેશવાસીઓમાં અનોખો આનંદ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે રાજ્યના વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા નીકળી હતી. મારી માટી મારો દેશ તેમજ હર ઘર તિરંગાના રંગમાં સમગ્ર રાજ્ય રંગાયું છે. રાજ્યના વિવિધ જિલ્લામાં તિરંગા યાત્રામાં પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા. કચ્છ, બનાસકાંઠા, ભાવનગર સહિતના જિલ્લામાં તિરંગા યાત્રા નીકળી હતી જ્યાં શહેરમાં ઠેર ઠેર જગ્યાએ નગરજનોએ પુષ્પવર્ષા કરીને તિરંગાની આન, બાન અને શાન જળવાય તે રીતે ભારત માતા કી જય.... અને વંદે માતરમ.......ના નારાઓથી સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો માહોલ છવાયો હતો. બીજી તરફ કચ્છમાં પોલીસ જવાનોએ ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા.

પોલીસ જવાનો ગરબે ઘૂમ્યા
કચ્છના ભૂજમાં પોલીસ કર્મચારીઓ દ્વારા 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા બાદ પોલીસ જવાનો મન મુકીને ગરબે ઘૂમ્યા હતાં. તેમજ દેશ ભક્તિના ગીત પર ગરબે ઘૂમતા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો માહોલ છવાયો હતો.

ભાવનગરમાં તિરંગા યાત્રા
ભાવનગરમાં ભવ્યાતિભવ્ય 'તિરંગા યાત્રા'નું આયોજન કરાયું હતું. આ તિરંગા યાત્રા એ.વી. સ્કૂલનાં મેદાનથી પ્રારંભ થઈ નવાપરા, ભીડભંજન, મોતીબાગ, ઘોઘાગેટ, ખારગેટ, મામા કોઠા, બાર્ટન લાઇબ્રેરી, હલુરીયા ચોકથી એ.વી.સ્કૂલ પરત ફરી હતી. રાષ્ટ્ર પ્રત્યેની ભાવના રજૂ કરતી આ યાત્રામાં જિલ્લા વહીવટી તંત્ર, મહાનગર પાલિકા, નિવૃત આર્મીમેન, રાજકીય આગેવાનો, સમાજિક સંસ્થાઓ અને ભાવનગરનાં નાગરિકો, ભાઈઓ બહેનો તેમજ બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 

હર ઘર તિરંગા 
સુરત જિલ્લાના બારડોલીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. તો વડોદરા કોર્પોરેશન દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન યોજાયું. પ્રદર્શન મેદાનથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન થયુ હતું જે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ