બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / OMG 2 controversy direction umesh shukla talks about his movie and his censorsh

મનોરંજન / આખરે કેમ અક્ષય કુમારની 'OMG 2' પર સેન્સર બોર્ડે ચલાવી કાતર? ખુદ ડાયરેક્ટરે કર્યો ખુલાસો

Bijal Vyas

Last Updated: 12:34 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમારની ફિલ્મ OMG 2 પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ડાયરેક્ટરે ઘણા ખુલાસા કર્યા છે. વાંચો શું કહ્યુ ઉમેશ શુક્લાએ?

  • પહેલા ભાગમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણનો રોલ કર્યો હતો
  • અક્ષય કુમારનો ભગવાન શિવ અવતાર પણ બદલવામાં આવશે
  • OMG સમયે પણ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી

OMG 2 controversy: અક્ષય કુમારની આગામી ફિલ્મ OMG 2 વિવાદોમાં ઘેરાયેલી છે. આ ફિલ્મ 'OMG'ની સિક્વલ છે. પહેલા ભાગમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણનો રોલ કર્યો હતો, આ વખતે તે ભોલેનાથના રોલમાં જોવા મળી રહ્યો છે. પરંતુ તમામ વિવાદોમાં ફસાયા બાદ ફિલ્મમાં ઘણા કટ કરવામાં આવ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમારનો ભગવાન શિવ અવતાર પણ બદલવામાં આવશે.

ફિલ્મના ડાયરેક્ટર ઉમેશ શુક્લાએ આ સમગ્ર મામલે વાત કરી છે. તેણે કહ્યું કે આ પહેલીવાર નથી કે જ્યારે તેની ફિલ્મ વિવાદોનો સામનો કરી રહી હોય. તેની ફિલ્મ OMG દરમિયાન પણ તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, ઉમેશની વાત માનીએ તો તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

સર્ટિફિકેટ મળ્યા બાદ કેમ લાગ્યા કટ્સ?
OMG 2 ને સેન્સર બોર્ડ તરફથી A સર્ટિફિકેટ મળી ચુક્યુ છે, પરંતુ તેમ છતાં ફિલ્મમાં ઘણા દ્રશ્યો કાપવામાં આવ્યા હતા અને હજુ પણ કેટલાકને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેના પર ફિલ્મ ડાયરેક્ટરનું કહેવું છે કે એડલ્ટ સર્ટિફિકેટ આપીને બધુ બતાવી શકાય નહી. જો લોકો ગુસ્સે થાય તો તેને સંભાળવાની જવાબદારી કોણ લેશે? ફિલ્મમાં કટ એટલા માટે કરવામાં આવ્યા છે કે કોઈ નારાજ ન થાય અને કોઈના જીવને જોખમ ન હોય. ઉમેશે કહ્યું, “આવી વસ્તુઓ ન બતાવવી જોઈએ, જે ભડકાવ હોય, જેનાથી લોકોના જીવ જોખમમાં મુકાય. તમે કોઈના ગુસ્સાને કાબૂમાં રાખી શકતા નથી.

OMG સમયે પણ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી
OMG 2 ના ડાયરેક્ટરે જણાવ્યું કે, જ્યારે તેણે OMG પહેલો ભાગ બનાવ્યો ત્યારે તેને બાબાઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેને 2-3 મોટા બાબાઓના ધમકીભર્યા ફોન આવ્યા. જેમાં તેને કહેવામાં આવ્યું હતું કે તે બચશે નહીં. આ સાથે તે બાબાઓએ તેમની શક્તિ બતાવીને તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ઉમેશ શુક્લાએ Oppenhiemer ફિલ્મનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ક્રિસ્ટોફર નોલનને ભારતની સંવેદનશીલતા વિશે ખબર નહીં હોય. તેણે કહ્યું કે એક ક્રિએટિવ વ્યક્તિ હોવાને કારણે તે પ્રયત્ન કરે છે કે ફિલ્મ દ્વારા એક નિવેદન આપવામાં આવે છે. જો તમને એવું પ્લેટફોર્મ મળે કે જ્યાં તમે તમારી વાત રજૂ કરી શકો, તો તમારે હકીકત રજૂ કરતા ડરવું જોઈએ નહીં. તેણે કહ્યું, "કોઈએ પોતાની વાતને રજૂ કરતા ડરવુ ના જોઇએ કે મર્યાદાનું ધ્યાન રાખવુ જોઇએ "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ