બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / omar abdullah mehbooba mufti public safety act article 370 psa jammu kashmir

જમ્મૂ કાશ્મીર / NC અને PDPના નેતાની PSA હેઠળ અટકાયત, થઈ શકે છે 3 મહિનાની જેલ

Bhushita

Last Updated: 08:17 AM, 7 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મળતી માહિતી અનુસાર બંને નેતાઓ ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી પર સીઆરપીસીની કલમ 107 હેઠળ PSAમાં કેસ નોંધવામાં આવ્યો છે. PSAના આધારે આ બંને નેતાઓને કોઈ ટ્રાયલ વિના 3 મહિનાની જેલ થઈ શકે છે.

  • ઉમર અબ્દુલ્લા, મહેબુબા મુફ્તી પર લગાવાયો PSA
  • PSA હેઠળ બંને નેતાને થઈ શકે છે 3 મહિનાની જેલ
  • NC અને PDP નેતાની  પણ PSA હેઠળ અટકાયત

જમ્મૂ કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર પબ્લિક સેફ્ટી એક્ટ લાગૂ કરવામાં આવ્યો છે. કલમ 370 હટાવી લેવાયા બાદ બંને પૂર્વ મુખ્યમંત્રી કસ્ટડીમાં છે. જ્યારે PSA લાગૂ થવાની સાથે બંને નેતાઓ કોઈ પણ ટ્રાયલ વિના જેલની સજા મેળવી શકે છે. 

પહેલાં પણ આ નેતાઓ પર લાગ્યો છે PSA

અગાઉ પણ નેશનલ કોન્ફરન્સના મહાસચિવ અલી મોહમ્મદ સાગર અને પીડીપી નેતા સરતાજ મદની પર PSA લગાવવામાં આવ્યો હતો. આ બંને નેતાઓને એમએલએ હોસ્ટેલથી ગુપકર સ્થિત એમ5માં મોકલી દેવામાં આવ્યા હતા. નેશનલ કોન્ફરન્સના એક અન્ય નેતા બશીદ અહમદ વીરીને પણ એમએલએ હોસ્ટેલથી હટાવીને શ્રીનગરના જવાહરનગર વિસ્તારમાં અધિકૃત રહેવાસે  મોકલવામાં આવ્યા હતા. 

લોકતંત્રની હત્યા કરાઈ રહી છેઃ PDP

વહીવટના આ નિર્ણય અંગે પીડીપીના પ્રવક્તા મોહિત ભાને કહ્યું કે, પીડીપી જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને પીડીપી વડા મહેબૂબા મુફ્તી સામે પીએસએ લાગૂ કરવાની કડક ટીકા કરે છે. પ્રવક્તાએ કહ્યું, "જો સરકારનો વિરોધ કરવા માટે મુખ્ય ધારાના નેતાઓ પર કાર્યવાહી કરવામાં આવે તો તે લોકશાહીની હત્યા છે."

અગાઉ અહેવાલ હતા કે પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને તેમના ઘરે ખસેડવામાં આવશે. જમ્મુ-કાશ્મીર સરકારના ઉચ્ચ સુત્રોના જણાવ્યા અનુસાર, બંને નેતાઓને આ અઠવાડિયાના અંત સુધીમાં તેમના ઘરે મોકલી દેવામાં આવશે. જોકે, સૂત્રોએ પુષ્ટિ આપી નથી કે જમ્મુ-કાશ્મીરના બંને પૂર્વ મુખ્ય પ્રધાનોને કસ્ટડીમાં રાખવામાં આવશે કે નહીં. ખરેખર, કલમ 37૦ હટાવ્યા બાદ બંને નેતાઓને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ