બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / OM Prakash Rajbhar joined NDA after Meeting Home Minister Amit Shah

રાજનીતિ / જૂના જોગીઓ ફરી BJPની સાથે: ગૃહમંત્રી શાહ સાથે આ દિગ્ગજ નેતાની મીટિંગ બાદ ગઠબંધનનું એલાન

Vaidehi

Last Updated: 10:38 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષને વધુ એક ઝટકો! યૂપીમાં ઓમપ્રકાશ સુલેહદેવ ફરી NDA ગઠબંધનમાં શામેલ.

  • લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષને વધુ એક ઝટકો
  • UPમાં ઓમ પ્રકાશ રાજભર NDAમાં જોડાયા
  • અમિત શાહ સાથેની મીટિંગ બાદ કર્યું એલાન

2014ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષને વધુ એક મોટો ફટકો પડ્યો છે. UPમાં ભારતીય સમાજ પાર્ટીનાં પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર ફરી NDAમાં શામેલ થઈ ગયાં છે. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુલાકાત બાદ ગઠબંધનમાં જોડાવાનું એલાન કર્યું છે.

અમિત શાહે ટ્વીટ કરીને કર્યું સ્વાગત
અમિત શાહે ટ્વીટ કર્યું અને કહ્યું કે,' ઓમ પ્રકાશ રાજભર સાથે દિલ્હીમાં મુલાકાત થઈ અને તેમણે PM મોદીનાં નેતૃત્વવાળાં NDA ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય લીધો છે. હું તેમનું NDAમાં સ્વાગત કરું છું. રાજભરજીનાં આવવાથી ઉત્તરપ્રદેશમાં NDAને મજબૂતી મળશે અને મોદીજીનાં નેતૃત્વમાં NDA દ્વારા ગરીબો અને વંચિતોનાં કલ્યાણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને વધુ બળ મળશે.'

રાજભર બોલ્યાં- 2024માં એકસાથે લડશું ચૂંટણી
ભારતીય સમાજ પાર્ટીનાં પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે,' અમે 14 જૂલાઈનાં રોજ કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને વિવિધ મુદાઓ પર ચર્ચા કરી. 2024ની ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો છે. અમને સાથે લાવવા બદલ PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને CM યોગી આદિત્યનાથનો ધન્યવાદ.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ