બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Olympic Games can be held in Gujarat in 2036

તડામાર તૈયારીઓ / 2036 ઑલિમ્પિક્સ તો ગુજરાતમાં જ કરવી છે: આટલા સ્ટેડિયમ બનાવવાની તૈયારી, SOU સુધી બનશે સર્કિટ

Malay

Last Updated: 08:40 AM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સકારાત્મક બિડ તૈયાર કરી છે. સપ્ટેમ્બરમાં મુંબઇમાં આયોજિત IOC સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના તમામ સભ્યો સમક્ષ ભારતની બિડ માટેનો રોડમેપ રજૂ કરવામાં આવશે.

 

  • ભારતમાં 2036માં યોજાઈ શકે છે ઓલિમ્પિક ગેમ્સ
  • ઓલિમ્પિકની યજમાની કરવા માટે ભારત તૈયાર
  • રોડ-રસ્તાની માપણી અને જમીન સંપાદન કાર્ય શરૂ
  • અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનાવાશે

ભારતે અત્યાર સુધી ઓલિમ્પિકની યજમાની કરી નથી, પરંતુ 2036માં ભારતમાં ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ શકે છે. અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. 

ભારતમાં હજુ સુધી થયું નથી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 
ઓલિમ્પિક 2036ની યજમાની કરવા માટે ભારત પણ બોલી લગાવવા માટે તૈયાર છે. ભારતમાં હજુ સુધી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થયું નથી, પરંતુ 2036માં પહેલીવાર ગુજરાતમાં ગેમ્સનો મહાકુંભ યોજાઈ શકે છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ગુજરાતમાં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની સંપૂર્ણ ક્ષમતા છે. અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે અને ભારત 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે બોલી લગાવશે. ભારતની બિડ માટેનો રોડમેપ સપ્ટેમ્બરમાં મુંબઇમાં આયોજિત IOC સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના તમામ સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવશે. ભારત 1982માં એશિનય ગેમ્સ અને 2010માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી ચૂક્યું છે. 

ભારત ઓલિમ્પિક માટે સંપૂર્ણ તૈયારી કરશેઃ અનુરાગ ઠાકુર
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, 'જો ભારત આટલા મોટા પાયે G20 બેઠકનું આયોજન કરી શકે છે, તો મને ખાતરી છે કે સરકાર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘની સાથે મળીને દેશમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સક્ષમ છે.  આપણે બધા જાણીએ છીએ કે, ઓલિમ્પિક સ્લોટ 2032 સુધી બુક છે. પરંતુ 2036માં મને આશા છે અને ખાતરી છે કે ભારત ઓલિમ્પિક માટે સંપૂર્ણ તૈયારી કરશે અને બોલી લગવાશે.' 

ભારત સકારાત્મક રીતે બિડ લગાવવા માટે તૈયાર: ઠાકુર
2036 ગેમ્સ માટે બિડ કરવાની ભારતની તૈયારી વિશે બોલતા ઠાકુરે કહ્યું હતું કે, "ભારત તેના માટે સકારાત્મક રીતે બિડ લગાવવા માટે તૈયાર છે. અમારા માટે 'ના' કહેવાનું કોઈ કારણ નથી. જો ભારત રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આટલા પ્રયત્નો કરી રહ્યું છે, તો હું તમને ખાતરી આપી શકું છું કે અમે માત્ર ઓલિમ્પિકની યજમાની જ નહીં કરીએ, અમે તેનું મોટા પાયે આયોજન કરીશું. ગેમ્સનું આયોજન કરવાનો આ યોગ્ય સમય છે. જો ભારત મેન્યુફેક્ચરિંગથી લઈને સેવાઓ સુધીના દરેક ક્ષેત્રમાં હેડલાઇન્સ બનાવી રહ્યું છે તો રમતગમતમાં કેમ નહીં? ભારત 2036 ઓલિમ્પિક માટે બિડિંગ પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે."

'ગુજરાતએ ઘણી વખત ઓલિમ્પિકની યજમાનીમાં દર્શાવ્યો છે રસ'
તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાત ભૂતકાળમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે ઉત્સુક રહ્યું છે અને આ રાજ્ય પાસે વૈશ્વિક રમતોની યજમાની કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. તેમણે કહ્યું હતું કે, “ગુજરાતએ ઘણી વખત ઓલિમ્પિકની યજમાનીમાં રસ દર્શાવ્યો છે. તેમની પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે - હોટેલ્સ, હોસ્ટેલ, એરપોર્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બધું જ છે. તેઓ બિડિંગ અંગે ગંભીર છે.  તે ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે રાજ્ય સરકારના મેનિફેસ્ટોનો પણ એક ભાગ છે.

અમદાવાદમાં યોજાઈ શકે છે ઓલિમ્પિક ગેમ્સ
2036માં ભારત ઓલિમ્પિકની યજમાની કરવા માટે સકારાત્મક બિડ કરવા તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનશે. રોડ-રસ્તા માપણી અને જમીન સંપાદન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 6 જેટલા વિશાળ સ્ટેડિયમ અને અન્ય સુવિધાઓ તૈયાર કરાશે. ફૂટબોલ, હોકી, પોલો, સ્કેટીંગ, બાસ્કેટ બોલ જેવી રમતોનું આયોજન થશે. ગુજરાતમાં દસથી પંદર જેટલી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થશે. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનાવાશે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે બુલેટ ટ્રેન પહોંચાડવાની યોજના પણ છે. રોડ-રસ્તાની માપણી અને જમીન સંપાદન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ