બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Old friends will be one again! Politics heated up when Home Minister Shah met with this veteran leader

રાજનીતિ / ફરી જૂના સાથીઓ થશે એક! ગૃહમંત્રી શાહે આ દિગ્ગજ નેતા સાથે મીટિંગ કરતાં રાજકારણ ગરમાયું

Priyakant

Last Updated: 08:31 AM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah & N Chandrababu Naidu News: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર PM મોદીના વિજયરથને રોકવા માટે વિપક્ષોને એક કરવાની પહેલ કરી રહ્યા છે. આ તરફ ભાજપ પણ NDAનો પરિવાર વધારવાનો કરી રહી છે પ્રયાસ

  • 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો હરકતમાં
  • ભાજપ દ્વારા NDAનો પરિવાર વધારવાનો પ્રયાસ 
  • TDPના વડા એન ચંદ્રબાબુ નાયડુ અમિત શાહને મળ્યા
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને યોજાયેલ બેઠકથી અનેક ચર્ચા 

દેશમાં 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષોએ અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર PM મોદીના વિજયરથને રોકવા માટે વિપક્ષોને એક કરવાની પહેલ કરી રહ્યા છે. આ તરફ ભાજપ પણ NDAનો પરિવાર વધારવાનો પ્રયાસ કરી રહી છે. વાત જાણે એમ છે કે, TDPના વડા એન ચંદ્રબાબુ નાયડુ શનિવારે રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. મહત્વનું છે કે, આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હાજર હતા. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને યોજાયેલ આ બેઠક ભાજપ અને ભૂતપૂર્વ સહયોગી TDP વચ્ચે સંભવિત જોડાણની અટકળો વચ્ચે આવી છે. જેમાં આ નેતાઓએ આંધ્રપ્રદેશમાં એકસાથે આવવાની શક્યતા અને ચર્ચા કરી છે. નોંધનીય છે કે, અહીં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી મુખ્ય વિપક્ષ પાર્ટી છે. આ ઉપરાંત બંનેએ તેલંગણામાં પણ સાથે આવવાની ચર્ચા કરી છે. 

(File Photo)  N Chandrababu Naidu 

બીજેપી નેતૃત્વએ તેલંગણાને તેના "મિશન સાઉથ"નું કેન્દ્ર બનાવ્યું
મહત્વનું છે કે, બીજેપી નેતૃત્વએ તેલંગણાને તેના "મિશન સાઉથ"નું કેન્દ્ર બનાવ્યું છે. આ રાજ્યમઅ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પ્રવેશ કરી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે , આંધ્રપ્રદેશના વિભાજન બાદ વિશેષ દરજ્જાની માંગને લઈ 2018માં BJPથી અલગ થયેલા ચંદ્રબાબુ નાયડુ ભાજપ સાથે ચૂંટણી સંધિ કરવા આતુર છે, પરંતુ ભાજપનાઅ રાજ્ય એકમનાઅ કેટલક નેતાઓએ તેનો વિરોધ કર્યો છે. વર્ષોથી બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. આ નેતાઓએ 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાયડુની ટીકા અને ત્યારપછી કોંગ્રેસ પ્રત્યેની ટેનમની હૂંફને ટાંકી હતી. 

(File Photo) Amit Shah

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ BJP નેતૃત્વનું ધ્યાન દક્ષિણ ભારતના અન્ય રાજ્યો ખાસ કરીને આંધ્રપ્રદેશ અને તેલંગાણા પર કેન્દ્રિત છે. અહીં કોઈપણ ભોગે, તે કોંગ્રેસ માટે કોઈ નફાનું માર્જિન છોડવા માંગતી નથી. અગાઉ જ્યારે અમિત શાહને TDP સાથે ગઠબંધનની સંભાવના વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેમણે તેનો ઇનકાર કર્યો હતો. પરંતુ ગયા વર્ષથી ચંદ્રબાબુ નાયડુ બીજેપી નેતાઓને મળવા માટે ઘણી વખત દિલ્હી ગયા છે. તેઓ PM મોદીને પણ મળ્યા હતા. નોંધનીય છે કે, TDPએ ગયા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ