બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Oilseeds prices fall as imported edible oils become cheaper amid rising inflation

રાહત / વધતી મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, આયાતી ખાદ્યતેલો સસ્તા થવાથી તેલીબિયાંના ભાવમાં ઘટાડો

Priyakant

Last Updated: 05:43 PM, 7 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગાઉ ઓઈલ એસોસિયેશન અને ઓઈલ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ આગામી 10 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં 8-10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની ખાતરી આપી હતી

  • વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ માટે રાહતના સમાચાર
  • આયાતી ખાદ્યતેલો સસ્તા થવાને કારણે તેલીબિયાંના ભાવમાં ઘટાડો 
  • સરકારે ગયા અઠવાડિયે ઓઇલ યુનિયનો અને તેલ ઉદ્યોગો સાથે બેઠક કરી હતી 

વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે ગયા અઠવાડિયે ઓઇલ યુનિયનો અને તેલ ઉદ્યોગોની બેઠક બોલાવી હતી. આ મીટિંગમાં ઓઈલ એસોસિયેશન અને ઓઈલ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ આગામી 10 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં 8-10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની ખાતરી આપી હતી. 

ગયા અઠવાડિયે વિદેશી બજારોમાં ખાદ્યતેલોના ભંગાણને કારણે, દેશભરના તેલ-તેલીબિયાં બજારોમાં સરસવ, મગફળી, સોયાબીન તેલ-તેલીબિયાં અને કપાસિયા, ક્રૂડ પામ ઓઈલ (CPO), પામોલિન તેલ સહિતના લગભગ તમામ ખાદ્ય તેલીબિયાંના ભાવોમાં નુક્શાન નોંધાયુ છે. જોકે અન્ય તેલીબિયાંના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. વેપારીઓએ જણાવ્યું હતું કે, આયાતી ખાદ્યતેલો સસ્તા થવાને કારણે ગયા સપ્તાહે તેલીબિયાંના ભાવમાં ઘટાડો થયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સીપીઓના ભાવ હાલના સમયે નબળા પડ્યા છે. આયાતકારોનું તેલ બંદરો પર પડેલું છે અને અચાનક ભાવમાં ઘટાડો થતાં તેઓ તેને સસ્તામાં વેચવા મજબૂર બન્યા છે. આ સિવાય સીપીઓ, સનફ્લાવર અને પામોલીન તેલના આગામી કન્સાઈનમેન્ટની કિંમત વર્તમાન કિંમત કરતા 20-30 રૂપિયા પ્રતિ કિલો ઓછી હશે.

આગામી 10 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થશે ? 

વૈશ્વિક તેલ-તેલીબિયાંના ભાવમાં તીવ્ર ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકારે ગયા અઠવાડિયે ઓઇલ યુનિયનો અને તેલ ઉદ્યોગોની બેઠક બોલાવી હતી. બેઠકમાં ઓઈલ એસોસિયેશન અને ઓઈલ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ આગામી 10 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં 8-10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની ખાતરી આપી છે. ખાદ્યતેલ અને તેલીબિયાંના ભાવ વિદેશી તેમજ દેશમાં ભારે દબાણ હેઠળ છે, જે ભાવ ઘટવાનું મુખ્ય કારણ છે.

મહત્વનું છે કે, તેલના વેપારીઓ અને તેલ સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા ખાદ્ય તેલીબિયાંના ભાવમાં લગભગ 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં, ગ્રાહકોને વૈશ્વિક તેલના ભાવમાં થયેલા ઘટાડાનો યોગ્ય લાભ મળી રહ્યો નથી. કારણ કે MRP કિંમત કરતા લગભગ 40-50 રૂપિયા વધારે છે. જો આ 50 રૂપિયામાં 10 રૂપિયાનો ઘટાડો થશે તો પણ ગ્રાહકોને તેનો યોગ્ય લાભ મળી શકશે નહીં.

સૂત્રોએ જણાવ્યું કે, સરસવના તેલનો સરચાર્જ સહિત જથ્થાબંધ ભાવ 135 રૂપિયા પ્રતિ લિટર છે અને છૂટક વેપારમાં તેની મહત્તમ કિંમત માત્ર 155-160 રૂપિયા પ્રતિ લિટર હોવી જોઈએ. પરંતુ છૂટક બજારમાં સરસવનું તેલ 175 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ વેચાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, સીપીઓ, પામોલીનની આયાતનું નવું કન્સાઈનમેન્ટ વર્તમાન નબળા ભાવ કરતાં લગભગ રૂ. 20 પ્રતિ લિટર સસ્તું થશે. સૂર્યમુખી તેલના નવા કન્સાઇનમેન્ટની કિંમત પણ વર્તમાન ભાવ કરતાં રૂ. 25-30 સસ્તી થવાની ધારણા છે.

સોયાબીન તેલના ભાવમાં પણ ઘટાડો

સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોયાબીન તેલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સોયાબીનનો દિલ્હીનો જથ્થાબંધ ભાવ રૂ. 350 ઘટીને રૂ. 13,250, સોયાબીન ઇન્દોર રૂ. 150 ઘટીને રૂ. 13,150 અને સોયાબીન દેગમ રૂ. 300 ઘટીને રૂ. 11,950 પ્રતિ ક્વિન્ટલ થયો હતો. મગફળીના તેલ-તેલીબિયાં મોંઘા થવાને કારણે માંગને અસર થઈ હોવાથી ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો.સિંગદાણાના તેલીબિયાંના ભાવ રૂ.25 ઘટીને સપ્તાહના અંતે પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,870-6,995 થયા હતા. ગ્રાઉન્ડનટ તેલ ગુજરાત અગાઉના સપ્તાહના બંધ ભાવ સામે રૂ. 120ના ઘટાડા સાથે રૂ. 16,000 પ્રતિ ક્વિન્ટલ બંધ રહ્યો હતો, જ્યારે મગફળી સોલવન્ટ રિફાઇન્ડ રૂ. 20ના ઘટાડા સાથે રૂ. 2,670-2,860 પ્રતિ ટીન પર બંધ રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ