બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Often the problem of leaking gas cylinders comes up

કામની વાત / ગેસ સિલિન્ડર લીક થાય તો ગભરાશો નહીં, તુરંત કરો આ કામ, નહીં તો સર્જાઇ શકે છે હોનારત

Pooja Khunti

Last Updated: 03:00 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gas Cylinder Leak Safety Tips: કેટલીક વાર ગેસ સિલિન્ડર લીક થવાની સમસ્યા સામે આવે છે. આ સમયએ યોગ્ય ધ્યાન ન દેવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે.

 

  • રેગ્યુલેટર બંધ કરી દો
  • ગેસ એજન્સીને જાણ કરો 
  • બાળકોની પહોંચથી દૂર રાખો 

એક સમય હતો જ્યારે લોકો લાકડાની મદદથી રસોઈ બનાવતા હતા, પરતું આજે સમય બદલાઈ ગયો છે. આજે લોકો રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે. ઘણી વાર ગેસ સિલિન્ડર લીક થવાની સમસ્યા સામે આવે છે. આ સમયએ યોગ્ય ધ્યાન ન દેવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. 

ગેસ સિલિન્ડર લીક હોય ત્યારે આ ઉપાય કરો 
ધ્યાન રાખો કે તમને થોડી પણ દુર્ગંધ આવે તો સમજી જવું કે ગેસ સિલિન્ડર લીક થઈ રહ્યું છે. આ સ્થિતિમાં સૌપ્રથમ ઘરનાં બારી-દરવાજા ખોલી નાખો. બાકસ સળગાવશો નહીં. ઘરની લાઇટ ચાલુ ન કરો. બાળકોને દૂર રાખો. 

રેગ્યુલેટર બંધ કરી દો
ગેસ સિલિન્ડર લીક હોય તો રેગ્યુલેટર બંધ કરી દો. કારણકે જ્યાં સુધી રેગ્યુલેટર ચાલુ હશે ત્યાં સુધી ગેસ લીક થતો રહેશે. હજુ પણ ગેસ લીક થઈ રહ્યો હોય તો રેગ્યુલેટરને દૂર કરો અને સિલિન્ડર પર સેફ્ટી કેપ લગાવીને તેને બંધ કરો.

વાંચવા જેવું: તમારા બાળકને ટાંકણી, સિક્કા જેવી વસ્તુઓ મોઢામાં નાખવાની ટેવ છે? 2 વર્ષનો યુસુફ સોંય ગળી ગયો જુઓ પછી શું થયું?

ગેસ એજન્સીને જાણ કરો 
જો તમને ખબર પડે કે તમારું ગેસ સિલિન્ડર લીક થઈ રહ્યું છે તો ગેસ એજન્સી અથવા ડિલિવરીવાળા લોકોને જાણ કરો. એજન્સીની જવાબદારી બને છે કે તે તમારા સિલિન્ડરને તાત્કાલિક બદલી નાખે અને તમને નવો અને સાચો સિલિન્ડર આપે.

બાળકોની પહોંચથી દૂર રાખો 
જો તમને જાણ થાય કે ગેસ સિલિન્ડર વધુ લીક થઈ રહ્યું છે તો તેને ઘરની અંદર ન રાખો. કોઈ ખુલ્લી જગ્યાએ રાખો. ધ્યાન રાખો કે આ ગેસ સિલિન્ડર બાળકોની પહોંચથી દૂર રહે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ