બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / office tips avoid sleep during office work know more

તમારા કામનું / ઓફિસમાં કામ કરતી વખતે આળસ આવતી હોય તો કરો ફક્ત આટલું કામ, હંમેશા રહેશો એકદમ ફ્રેશ અને એનર્જેટિક

Arohi

Last Updated: 02:27 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને ઓફિસમાં કામ કરતી વખતે અથવા વાંચતી વખતે ઊંઘ આવે છે. તો તમે કેટલીક ટીપ્સને ફોલો કરીને તેનાથી છૂટકારો મેળવી શકો છો. અમે તમને તેના વિશે માહિતી આપીશું.

  • ઓફિસમાં કામ કરતા આવે છે ઊંઘ? 
  • તો અપનાવો આ ટિપ્સ 
  • હંમેશા રહેશો એકદમ ફ્રેશ 

સારી હેલ્થ માટે પુરતી ઊંઘ લેવી જરૂરી છે. આજકાલની લાઈફસ્ટાઈલમાં મોટાભાગે લોકોની ઊંઘ પુરી નથી થતી. તેના કારણે કામની વખતે ઊંઘ આવે છે. જો તમને ઓફિસમાં કામ કરતી વખતે અથવા અભ્યાસ કરતી વખતે ઊંઘ આવે છે તો આ ખબર તમારા માટે છે. આજે અમે તમને કંઈક એવી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેને ફોલો કરી તમે ઓફિસ અથવા અભ્યાસ કરતી વખતે ઊંઘની સમસ્યાથી છુટકારો મેળવી શકશો. 

હેલ્ધી ડાયેટની કરો પસંદગી 
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ઊંઘ ટાળવા માટે તંદુરસ્ત ડાયેટ લેવો જરૂરી છે. જો આપણે વધુ ચરબીયુક્ત ખોરાક ખાઈએ તો તે સુસ્તીનું કારણ બને છે. કામ દરમિયાન ઊંઘથી બચવા માટે પોષક તત્વો અને ફાઈબરથી ભરપૂર સંતુલિત અને સ્વસ્થ્ય ડાયેટ જેવા કે સૂપ અને સલાડ, દાળ અને ઘણાં બધા ફળો અને શાકભાજી ખાઓ.

પાવર નેપ લો
જો તમે ઘણા કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરો છો તો ઊંઘ આવવી સામાન્ય છે. જો તમને ઓફિસ અથવા અભ્યાસ કરતી વખતે વધુ ઊંઘ આવે છે તો તમારે થોડા સમય માટે પાવર નેપ લેવી ઈએ. પાવર નેપ તમારા માટે એનર્જી બૂસ્ટર સાબિત થઈ શકે છે. તેનાથી ફ્રેશ ફિલ થશે. 

પુરતી ઊંઘ લો 
કામ અથવા અભ્યાસ કરતી વખતે ઊંઘ આવવાનું કારણ પુરતી ઊંઘ ન લેવાનું પણ હોઈ શકે છે. એક સ્ટડી અનુસાર ઓછુ પાણી પીવાથી સુસ્તી આવે છે. તેનાથી બચવા માટે હંમેશા પોતાના ડેસ્ક પર પાણી મુકો અને જ્યારે પણ ઊંઘ આવે તેને પીવો. 

આંટો મારવો 
ઓફિસ અથવા અભ્યાસની વખતે ઊંઘ આવવા પર થોડા આંટા પણ મારી શકાય છે. તેનાથી તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારૂ થશે અને તમે ફ્રેશ ફીલ કરશો. ક્યારેય પણ એક જગ્યા પર લાંબા સમય સુધી ન બેસવું જોઈએ. 

ચા કે કોફી 
ઊંઘથી બચવા માટે તમે ચા અથવા કોફીનો સહારો લઈ શકો છો. ચા અને કોફીમાં કેફીન હોય છે. જે ઊંઘ ભગાવવામાં મદદ કરે છે. પરંતુ ધ્યાન રહે કે વધારે ચા અને કોફી પીવાથી શરીર પર ખરાબ અસર પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ