બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અમદાવાદ / OBC reservation in panchayat report will be handed over under the chairmanship of Kalpesh Zaveri

BIG NEWS / પંચાયતમાં OBC અનામતનો હવે સરકારના હાથમાં ફેંસલો, જસ્ટિસ ઝવેરી કમિશને CM ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો રિપોર્ટ, જાણો વિગત

Kishor

Last Updated: 08:00 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચાયતમાં ઓબીસી અનામત મુદ્દે આજે ઝવેરી પંચ દ્વારા સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.

  • પંચાયતમાં ઓબીસી અનામત મુદ્દે મોટા સમાચાર 
  • ઝવેરી પંચ દ્વારા રાજ્ય સરકારને સોંપાયો રિપોર્ટ
  • અધ્યક્ષ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષતામાં રિપોર્ટ સોંપવામાં આવ્યો

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી મામલે ઓબીસી અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરવામા આવી હતી. આ દરમિયાન જસ્ટિસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી ત્યારે તેને 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું. હવે આ મામલે પંચાયતમાં OBC અનામતને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઝવેરી પંચ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પોતાનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. અધ્યક્ષ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષતામાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઝવેરી પંચના રિપોર્ટ બાદ હવે પંચાયતમાં OBC અનામત મામલે હવે સરકારના હાથમાં ફેસલો!  નોંધનીય છે કે સરકારે જુલાઈ 2022 મા આયોગની રચના કરી હતી.

પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કે એસ ઝવેરીએ વીટીવી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું

ત્યારબાદ પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કે એસ ઝવેરીએ વીટીવી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટના જજમેન્ટ, વિવિધ હાઈકોર્ટના જજમેન્ટના આધારે રીપોર્ટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સોંપી દેવાયો છે. જેમાં દરેક રાજકીય પક્ષને સાંભળવામાં આવ્યા છે.દરેક પક્ષનું માનવું છે કે નોકરીની જેમ જ એ આમાં પણ આપવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે નોકરીની જેમ 27.5 ટકા ઓબીસી અનામત આપવાની રજૂઆત હતી. પરંતુ સુપ્રિમના જજમેન્ટના આધારે અમે વસ્તીના આધારે રીપોર્ટ સોંપ્યો છે. હવે આ મામલે સરકાર પોતાનો નિર્ણય લેશે! રિપોર્ટ સોંપ્યા પછી આયોગની કોઈ જવાબદારી નહીં, સરકાર જ નિર્ણય લેશે. વધુમાં દર વર્ષે ઓબીસી અનામત બાબતો રીપોર્ટ આ પ્રકારે આપવો જોઈએ તેવા સુપ્રિમના નિર્દેશના આધારે ભલામણ કરી છે. જેમાં ઓબીસીની વસ્તી આધારે બેઠકો થશે.

ઉલ્લેખનીય છે કે ઓબીસી અનામત મુદ્દે વિપક્ષે અનેક વખત સરકારને ઘેરી છે. રાજ્યમાં 52 ટકા OBCની વસ્તી હોય તો 10 ટકાને બદલે 27 ટકા અનામત મળવી જોઈએ. ત્યારે ગુજરાતમાં પાલિકા-પંચાયતોમાં 10 ટકા OBC અનામત આપવામાં આવી હતી. ત્યારે સુપ્રિમ કોર્ટના આદેશથી ગ્રામ પંચાયત, જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં OBCની વસ્તીને લઈને બેઠકો અનામત રાખવી પડે.

નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી. અનામત માટેની સંસ્થાવાર બેઠકો નક્કી કરવા માટે  સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવથી સમર્પિત આયોગની રચના નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી હતી.આ ઉપરાંત આ સમર્પિત આયોગમાં ચેરમેન ઉપરાંત સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણુક કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ